ડીસા તાલુકાના જુનાડીસા ગામ પાસે આવેલ નગરપાલિકા સંચાલિત કચરાની ડમ્પિંગ સાઇટમાં આગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-27 12:59:28
  • Views : 234
  • Modified Date : 2022-02-27 12:59:28

ડીસા તાલુકાના જુનાડીસા ગામ પાસે આવેલ નગરપાલિકા સંચાલિત કચરાની ડમ્પિંગ સાઇટમાં આગ

 

ડીસા તાલુકાના જુનાડીસા ગામ પાસે આવેલ ગંગાનગર ની સામે નગરપાલિકા સંચાલિત ડમ્પિંગ સાઈડ માં અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ડીસા નગરપાલિકા સંચાલિત ડમ્પિંગ સાઈડમાં ડીસા શહેરના તમામ કચરો ત્યાં ચલાવવામાં આવે છે અને તેનું રિફાઇનિંગ કરવામાં આવે છે પરંતુ આ ડમ્પિંગ સાઈડમાં છેલ્લા ઘણા સમયથી અનેક વાર આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે વારંવાર લાગતી આગના કારણે આજુબાજુના સોસાયટીના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે મોટાભાગના રહીશોને ગંભીર બીમારી પણ આ ડમ્પિંગ સાઇટના નીકળતાં ધુમાડાના કારણે શિકાર બન્યા છે ત્યારે વારંવાર આગની ઘટનાને લઇ આજુ બાજુના સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આજે બપોરના સમયે નગરપાલિકા સંચાલિત ડમ્પિંગ સાઈડમાં આગ લાગતા ચારે બાજુ ધુમાડાના ગોટાઓ જોવા મળ્યા હતા. આ આગની ઘટનાને લઇ આજુબાજુના સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો આજે બપોર બાદ લાગેલી આગના કારણે ડીસા થી પાટણ જતા વાહન ચાલકોને હાઇવે પર પસાર થવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કારણકે આગના કારણે રસ્તા પર ચારે બાજુ ધુમાડો જોવા મળ્યો હતો જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને રસ્તા પર સામેથી આવતા સાધનો પણ દેખાતા ન હતા જેના કારણે માંડ માંડ ડીસા થી પાટણ જતા રસ્તા પરથી વાહન ચાલકો પસાર થયા હતા વારંવાર નગરપાલિકા સંચાલિત ડમ્પિંગ સાઈડમાં આગ લાગતા સ્થાનિક લોકો પરેશાન થઇ રહ્યા છે આ અંગે અગાઉ પણ આ વિસ્તારમાંથી ડમ્પિંગ સાઈડ હટાવવા માટે સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે કલેક્ટરે પણ આ વિસ્તારમાંથી ડમ્પિંગ સાઈડ હટાવવા માટે સુચના આપી છે. તેમ છતાં પણ નગરપાલિકાને જાણે લોકોના સ્વાસ્થ્યને પડી ન હોય તેમ આજે સુધી ડંપિંગ સાઈડ હટાવવામાં આવી નથી જેના કારણે અવારનવાર આગની ઘટનામાં સ્થાનિક લોકો અને વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે.

Download Our B K News Today App



Related News