કઠવાડામાં ઇંક બનાવતી કેમિકલ ફેક્ટરીમાં આગ, 10 ફાયર ફાઈટર ઘટના સ્થળે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-09 15:59:22
  • Views : 633
  • Modified Date : 2020-11-09 15:59:22

           પીરાણા કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગની ઘટના હજી તાજી છે ત્યાં શહેરના કઠવાડા-સિંગરવા રોડ પર આવેલા ફોર્ચ્યુન એસ્ટેટમાં આવેલી સ્કાય ઇંક નામની કંપનીમાં આગ લાગી છે. આગના બનાવની જાણ થતાં ફાયર વિભાગની 10 જેટલી ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક ધોરણે આગમાં જાનહાનિ કોઇ અહેવાલ નથી. આગ લાગી હોવાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News