આગ : કલોલમાં દવા બનાવતી કંપનીમાં વિકરાળ આગ ભભૂકી, ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો, છ ગાડીઓ આગ ઓલવવા પહોંચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-22 11:50:16
  • Views : 324
  • Modified Date : 2022-05-22 11:50:16

આગ : કલોલમાં દવા બનાવતી કંપનીમાં વિકરાળ આગ ભભૂકી, ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો, છ ગાડીઓ આગ ઓલવવા પહોંચી

 

ગાંધીનગરના કલોલ ખાતે સઈજ જીઆઇડીસીમાં આજે રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી. કલોલની સઈજ જીઆઇડીસીની એક દવા બનાવતી કંપનીમાં અગમ્ય કારણોસર લાગેલી ભીષણ આગના પગલે ધુમાડાના ગોટેગોટા ઉઠતા જોવા મળ્યા હતા. જો કે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. ફાયર બ્રિગેડની છ ગાડીઓ આગ ઓલવવાનાં પ્રયાસમાં લાગી ગઈ છે.

 

આગ લાગવાનું કારણ હજુ અકબંધ
રાજ્યમાં ઔદ્યૌગિક વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં આજે રવિવારે સવારે ગાંધીનગરના કલોલની જીઆઇડીસીમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. કલોલ જીઆઈડીસીની દવા બનાવતી એક કંપનીમાં આ વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી, જેના પગલે વાતાવરણમાં ધુમાડાના ગોટેગોટા ઉઠતા જોવા મળ્યા હતા. જો કે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા છે. વિકરાળ આગને પગલે ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો છે.

એમ્બ્યુલન્સ-પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી
આગની તીવ્રતા જોતા કલોલ, કડી, વિજાપુર, માણસા, ગાંધીનગર, અમદાવાદની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી જઈને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. દવાની ફેક્ટરીમાં આગ એટલી ભીષણ છે કે દૂર દૂર સુધી આગના ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે. જેના પરથી જ આગની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે. હાલમાં કલોલ મામલતદાર, કલોલ ટીડીઓ, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તેમજ એમ્બ્યુલન્સ તેમજ પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

 

Download Our B K News Today App



Related News