જાણો માત્ર આટલા કલાકમાં જ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પહોંચાડશે અમદાવાદથી મુંબઈ

  • Published By :
  • Published Date : 2022-09-09 12:27:22
  • Views : 205
  • Modified Date : 2022-09-09 12:27:22

     ગુજરાતને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળી છે. 130 કિમીની ઝડપે દોડાવીને ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે ટ્રાયલ રન દરમિયાન વડોદરા સ્ટેશન પર હોલ્ટ લીધા બાદ સીધી મુંબઈ ખાતે આ ટ્રેન ઊભી રહેશે.

180થી 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે ટ્રેન

    વંદે ભારત વર્તમાનમાં શતાબ્દી એક્સપ્રેસની જગ્યા લેશે. જો અનુકૂળ ટ્રેક અને ગ્રીન સિગ્નલ હોય તો આ ટ્રેન 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકવા માટે સક્ષમ છે. નવી વંદે ભારતમાં 16 કોચ સાથે શતાબ્દી એક્સપ્રેસ જેટલા મુસાફરોને લઈ જવાની ક્ષમતા હશે. તેમાં બંને છેડે ડ્રાઈવર કેબિન છે અને તે સંપૂર્ણપણે વાતાનુકૂલિત ટ્રેન છે. નાગરિકોની મુસાફરીને વધારે આરામદાયક અને સુરક્ષિત બનાવવા માટે નવી ટ્રેનોમાં ઓટોમેટિક ફાયર સેન્સર, સીસીટીવી કેમેરા અને જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવેલી હશે. આ ટ્રેનોની મહત્તમ ગતિ 180થી 200 કિમી પ્રતિ કલાકની છે. ICFએ ઓગષ્ટ 2023 સુધીમાં 75 વંદે ભારત ટ્રેનોનું નિર્માણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.

હવે અમદાવાદથી 6 કલાકમાં જ પહોંચી શકાશે મુંબઈ

1. 30 કિલોમીટરની ઝડપે દોડી ટ્રેન

2. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ટ્રાયલ રન

3. વડોદરા સ્ટેશન પર હોલ્ટ લીધા બાદ સીધી મુંબઈ ખાતે આ ટ્રેન ઊભી રહેશે

4.. 180 ડિગ્રી સુધી ફરી શકશે ટ્રેનની સીટ

5. 1128 પેસેન્જર્સ ટ્રેનમાં કરી શકશે મુસાફરી

6. અમદાવાદથી મુંબઈનું ભાડું 1700થી લઈને 3500 સુધીની રહેશે

7. જીપીએસ, ઓટોમેટિક દરવાજા અને સીસીટીવી જેવી હશે સુવિધા

8.  180થી 200 કિલોમીટર પ્રતિ કલાક દોડવાની ક્ષમતા

9. અમદાવાદથી સવારે 7.25 વાગે ઊપડી બપોરે 13.30 વાગે મુંબઈ પહોંચશે

10. મુંબઇથી આ ટ્રેન બપોરે 14.40 વાગે ઊપડી રાતે 21.05 વાગે અમદાવાદ પહોંચશે

11.   2023 સુધીમાં 75 રૂટ પર આ ટ્રેન દોડતી થઈ જશે

સ્ટેનલેસ સ્ટીલના કોચ

  પાછલી ટ્રેનોની સરખામણીએ ડબ્બા વજનમાં હલકા હોવાના કારણે મુસાફરી વધુ આરામદાયક બનશે. ટ્રેનના કોચ સ્ટેઈનલેસ સ્ટીલના બનેલા હોવાના કારણે વજન ઓછું હોવાથી મુસાફરો વધુ ઝડપમાં પણ સહજતા અનુભવશે. તે સિવાય નવી ટ્રેનમાં પાયલોટ દ્વારા સંચાલિત ઓટોમેટિક ગેટ છે અને તેની બારીઓ પણ પહોળી છે. ઉપરાંત સામાન રાખવા માટે પણ વધારે જગ્યા છે. જાણવા મળ્યા મુજબ આ ટ્રેનના અમુક હિસ્સાઓને છોડીને બાકીના મોટા ભાગના હિસ્સાઓ મેડ ઈન ઈન્ડિયાછે. ઉપરાંત મુસાફરોની સુરક્ષા માટે તમામ નવી ટ્રેનમાં કવચટેક્નોલોજી લગાવાઈ રહી છે જેથી એક જ ટ્રેક પર બીજી ટ્રેન આવી જાય તો ઓટોમેટિક બ્રેક વાગી જાય. હાલ ભારતમાં 2 વંદે ભારત ટ્રેન ચાલી રહી છે જેમાં એક નવી દિલ્હી-વારાણસી રૂટ પર અને બીજી નવી દિલ્હી-વૈષ્ણોદેવી કટરા વચ્ચે ચાલે છે.

Download Our B K News Today App



Related News