અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ. 1500 કરોડની ફાળવણી, સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે રૂ. 652 કરોડની જોગવાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-03 11:45:49
  • Views : 267
  • Modified Date : 2021-03-03 11:45:49

    નાણામંત્રી નીતિન પટેલ દ્વારા વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ અને લૉકડાઉનને કારણે સરકારની આવકમાં માતબર ઘટાડો થવાને કારણે રાજ્યના બજેટના કદમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે. બજેટ જાહેર કરતાં પહેલાં નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હવે આપણી કોરોનાની મહાબિમારીથી બહાર આવી રહ્યા છીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતાએ મને સહયોગ આપ્યો છે. પીએમ મોદીએ રસી લઈને દેશવાલીઓને પ્રેરણા આપી છે.

    આ વખતનું બજેટ ગુજરાતની વિકાસયાત્રાને ધ્યાનમાં રાખીને રજૂ થવાનું છે. ગુજરાતમાં પ્રજાનો સવાંગી વિકાસ થાય, તેમના વિસ્તારોનો પણ વિકાસ થાય એનું ધ્યાન રાખવામાં આવશે. સૌનો સાથ સૌનો વિકાસનું સૂત્ર હકીકતમાં ચરિતાર્થ થાય એ પ્રમાણેનું બજેટ બહાર પાડવામાં આવશે.વિધાનસભા બજેટ 2021-22 LIVE અપડેટ

* અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ. 1500 કરોડની ફાળવણી

* ડાંગને કેમિકલ ફ્રી ઉત્પાદન કરતો જિલ્લો બનાવવાનો ઉદ્દેશ, પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને રૂ.10 હજાર કરોડની સહાય

* સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે રૂ. 652 કરોડની જોગવાઈ

* નાણામંત્રી નીતિન પટેલે રૂ.2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યું

* આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.11 હજાર 323 કરોડની જોગવાઈ

* આદિજાતી વિકાસ માટે રૂ.1349 કરોડની જોગવાઈ

* મહિલા અને બાળક વિકાસ માટે રૂ. 3511 કરોડનું જોગવાઈ

* ગુજરાત કોરોનાની મહાબિમારીથી બહાર આવી રહ્યું છે

* શિક્ષણ માટે 32 હજાર કરોડની જોગવાઈમને વિશ્વાસ છે કે આ બજેટમાં જે રકમ હું જાહેર કરીશ એ રકમથી ગુજરાતના દરેક ક્ષેત્રના વિકાસ માટે પ્રજાને ખૂબ મોટો લાભ થશે. ગઈકાલે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જનતાએ જે અમારા પક્ષને જબરદસ્ત સમર્થન આપ્યું છે, ત્યારે હવે અમારી જવાબદારી છે કે પ્રજા માટે વધુ સારી રીતે કામ કરી વધુમાં વધુ લાભ મળે એનું ધ્યાન રાખીશું. નોંધનીય છે કે ગત વર્ષે 2.17 લાખ કરોડનું બજેટ રજૂ થયું હતું, જ્યારે આ વખતે 2.25 લાખ કરોડનું બજેટનું કદ રહે એવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. જીએસટીના વળતર માટે પણ રાજ્ય સરકારને લોન લેવી છે, એવા સંજોગોમાં જાહેર દેવામાં વધારો થશે.

    કેન્દ્ર સરકારની જેમ ગુજરાત સરકાર પણ આ વખતે પેપરલેસ બજેટ રજૂ કરવા જઈ રહી છે. જોકે ગુજરાત સરકારે એક સ્ટેપ આગળ વધીને ગુજરાત બજેટ મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી છે, જેમાં બજેટના તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરાશે અને લોકો એની માહિતી પોતાના મોબાઇલમાં જ મેળવી શકશે. પેપરલેસ બજેટથી રાજ્ય સરકારને 44 લાખ કાગળ અને 80 લાખ રૂપિયાની બચત થશે.

    ગુજરાત બજેટ મોબાઇલ એપ્લિકેશન લોંચ કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે બજેટ માટે મોબાઇલ એપ્લિકેશન બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. કાગળની બચત ઉપરાંત ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે રાજ્યના કરોડો નાગરિકો બજેટની જોગવાઇઓ જાણી શકે એ માટે મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરાઇ છે. 3 માર્ચે એટલે કે આજે વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ થવાનું છે, ત્યારે આ એપ્લિકેશનમાં નાણામંત્રીનું બજેટ પ્રવચન લાઇવ નિહાળી શકાશે. તમામ બજેટ ડોક્યુમેન્ટ અને છેલ્લાં 5 વર્ષનાં બજેટ પણ એપ્લિકેશન પર ઉપલબ્ધ કરાવાશે. ગુજરાતી-અંગ્રેજી બંને ભાષામાં બજેટ ડોક્યુમેન્ટ્સ ઉપલબ્ધ કરાશે.

    વિધાનસભાની કામગીરીનું જીવંત પ્રસારણ કરવાની પહેલના ભાગરૂપે પ્રથમ તબક્કે બજેટ પ્રવચન મોબાઇલ એપ્લિકેશન મારફત લાઇવ કરવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની મંજૂરી બાદ એપ્લિકેશન તૈયાર કરાઈ છે.


Download Our B K News Today App



Related News