આખરે તથ્યે સ્વીકાર્યુ ‘તથ્ય’, 120ની હતી સ્પીડ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-21 16:09:10
  • Views : 101
  • Modified Date : 2023-07-21 16:09:10

અમદાવાદના ઈસ્કોન બ્રિજના અકસ્માત કેસમાં તથ્ય પટેલનો અકસ્માતનો સમયનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જગુઆર કારની સ્પીડ 120થી વધુ હોવાની કબૂલાત કરી રહ્યો છે. વીડિયોમાં બોલી રહ્યો છે કે મને આગળ કંઈ દેખાયું નહીં. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસની જીપ પાસે પોતાનો ગુનો કબુલ કરતો જોવા મળ્યો છે.તો બીજી તરફ તથ્ય પટેલ પોલીસ સ્ટેશનમાં આરામથી જમ્યો હોવાના દૃશ્યો સામે આવી રહ્યા હતા. સામાન્ય રીતે કોઈ ગુસ્સાથી કંઈ બોલી ગયા હોય કે, કોઈને માર માર્યો હોય તો આપણને જમવાનું પણ ન ભાવે. પરંતુ તથ્ય પટેલ અને તેના આરોપી પિતા પ્રગ્નેશ પટેલે જેલમાં આરામથી ભોજન લેતા નજરે પડે છે.આ સાથે જ આજે તથ્ય પટેલ અને તેના આરોપી પિતા પ્રગ્નેશ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News