ડીસા કોલેજમાં યોજાઈ સ્વ પરાગભાઈ પટેલ ઇન્ટર ફેકલ્ટી શ્રદ્ધાંજલિ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-17 11:42:30
  • Views : 201
  • Modified Date : 2022-03-17 11:42:30

ડીસા ખાતે  કાર્યરત ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પરાગભાઈ પટેલ ઇન્ટર ફેકલ્ટી શ્રદ્ધાંજલિ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સરદાર પટેલ અને bca કોલેજ વચ્ચે યોજાઇ હતી.

 

 

હંમેશા ડીસા કોલેજમાં રમતગમત નું આયોજન   સુંદર અને સફળ રીતે કરવામાં આવતું હોય છે એમ આજરોજ ડીસા કોલેજના મેદાનમાં સ્વ પરાગભાઈ ત્ર્યમબકલાલ પટેલ ઇન્ટર ફેકલ્ટી શ્રદ્ધાંજલિ ક્રિકેટ ટુર્નામેન્ટ 2022 ની ફાઈનલ મેચ સરદાર હાઈસ્કૂલના સ્ટાફ અને બી.સી.-બી.એસ.સી સ્ટાફ વચ્ચે યોજાઈ . ટુર્નામેન્ટનું આયોજન તારીખ 141516 માર્ચ દરમ્યાન કરવામાં આવ્યું હતું.જેમાં ,સરદાર પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્ટાફ ટીમ, કૉમર્સ વિભાગ સ્ટાફ ટીમ, આર્ટસ વિભાગ સ્ટાફ ટીમ, બી.બી.-બી.એસ.સી સ્ટાફ ટીમ ,નોન ટીચિંગ સ્ટાફ ટીમ અને સેલ્ફ ફાયનાન્સ સ્ટાફ ટીમ એમ ટીમોએ ભાગ લીધો હતો . ટુર્નામેન્ટ નોકઆઉટ પધ્ધતિથી રમાઈ હતી ટુર્નામેન્ટની ફાઇનલમાં સરદાર પટેલ હાઈસ્કૂલે ટોસ જીતી પ્રથમ બેટિંગ લઈ 109 રન બનાવેલ અને બી.સી. ટીમ 79 રનમાં ઓલ આઉટ થયેલ આમ સરદાર પટેલ હાઈસ્કૂલ 30 રને વિજેતા બન્યું હતું.ચેમ્પિયન અને રનર્સ અપ ટીમને ટ્રોફી આપવા શિવાનીબેન પટેલ, વિનોદભાઈ પટેલ, છગનભાઈ પટેલ   નિલેશભાઈ પુરોહિત અને સંસ્થાના પ્રિન્સિપાલ શ્રીઓ હાજર રહેલ. સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કોલેજના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડૉ. આર.ડી ચૌધરી કર્યું હતું.

Download Our B K News Today App



Related News