અમરનાથની અંતિમ સફર: વડોદરાના 58 વર્ષના વૃદ્ધનું પંચતરણીમાં મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-09 16:32:07
  • Views : 126
  • Modified Date : 2023-07-09 16:32:07

અમરનાથ યાત્રાએ ગયેલા લગભગ 6000 યાત્રી રામબનમાં ફસાયેલા છે. તો ખરાબ હવામાન અને સતત પડી રહેલા વરસાદને કારણે 4 દિવસ કરતા વધારે સમયથી ગુજરાતના 34 જેટલા યાત્રીઓ પંચતરણીમાં ફસાયા છે. જ્યાં હાડ થ્રિજાવતી ઠંડીના કારણે અનેક લોકો ઠુઠવાયા છે. જેને લઈ વેમાલીમાં રહેતા 58 વર્ષના વૃદ્ધ રાજેન્દ્રભાઈ ભાટિયાનું મોત થયું છે.અમરનાથ યાત્રા ગયેલા 58 વર્ષના વૃદ્ધ રાજેન્દ્રભાઈ ભાટિયાનું મૃત્યું થયું છે. મૃતદેહને પ્લેન મારફતે વડોદરા લાવવાની કાર્યવાહી પણ શરૂ કરાઈ છે.  અત્રે જણાવીએ કે, માઈનસ 3 ડિગ્રી તાપમાનમાં કપડાં, ટેન્ટ, ગાદલાં ભીના થતાં યાત્રીકોની હાલત કફોડી બની છે. હરણીના 15 યાત્રીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે જ્યારે ન્યાય મંદિર વિસ્તારના 50 વર્ષના નીરૂબેનની હાલત વાતાવરણના કારણે બગડી છે. જેમને તબીબે પ્રાથમિક સારવાર માટે ઇમરજન્સીમાં નીચે લઈ જવાં લેટર આપ્યો છે છતાં લઈ જઈ શકાતું નથી તેવી પણ વિગતો સામે આવી છે. ખાસવાત એ છે કે, 5 રૂપિયાની મેગીના 100 રૂપિયા લેતાં હોવાના પણ યાત્રાળુઓએ આક્ષેપ કર્યા છે. યાત્રાળુએ એવું જણાવી રહ્યાં છે કે, રસ્તામાં અટવાયા છે, ઠંડી સહન થતી નથી, અમારું રેસ્કયુ કરો. સતત બગડી રહેલા હવામાન અને ભારે ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રા આજે પણ સ્થગિત કરી દેવામાં આવી છે. અમરનાથ યાત્રા સ્થગિત કરાયા બાદ ત્યાં ફસાયેલા ગુજરાતીઓએ વીડિયો બનાવી સરકારની મદદ માંગી છે. શ્રદ્ધાળુઓ કહી રહ્યા છે કે, અહીં બહુ ઠંડી છે, ગાદલાં ભીના થઈ ગયા છે, રહેવાતું નથી, તાવ આવી ગયો છે. વીડિમાં એક વ્યક્તિ કહી રહ્યા છે કે, અમે ત્રણ દિવસથી અહીં ફસાયા છીએ. માઇનસ 2 ડિગ્રી તાપમાન છે. અહીં બરફ પડી રહ્યો છે. 

Download Our B K News Today App



Related News