ડીસાના કૂપટ ગામે દારૂના પૈસા બાબતે સર્જાઈ મારામારી : ત્રણ શખ્સોએ યુવક પર જીવલેણ હુમલો કરતા નોંધાઇ ફરિયાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-26 11:34:19
  • Views : 238
  • Modified Date : 2022-03-26 11:34:19

ડીસાના કૂપટ ગામે દારૂના પૈસા  બાબતે સર્જાઈ મારામારી : ત્રણ શખ્સોએ યુવક પર જીવલેણ હુમલો કરતા નોંધાઇ ફરિયાદ.

 

 

ડીસાના કુપટ ગામ ખાતે ગત મોડી રાત્રે 3 શખ્સોએ યુવક પાસે દારૂ પીવા માટે પૈસા માંગતા યુવકે પૈસા આપવાની ના કહેતા ત્રણ શખ્સો દ્વારા યુવક પર તલવાર અને ધોકા વડે હુમલો કરાતા યુવક કપિલ રીતે ઘાયલ થયો હતો.ઘાયલ યુવકને સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડાયો હતો.જે બાદ ડીસા તાલુકા પોલીસ મથકે ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે..

 

 

બનાસકાંઠા જિલ્લામાં ન જેવી બાબતે મારામારી ની ઘટના દિનપ્રતિદિન વધી રહી છે.ત્યારે ડીસા તાલુકા ના કુપટ ગામ ખાતે મારામારી સર્જાતા ડીસા તાલુકા પોલીસ મથકે ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસા તાલુકાના કુપટ ગામ ખાતે રહેતા સુરેશજી કાંતીજી ઠાકોર   કુપટ ખાતે શીતળા માતા ની ભવાઈ જોવા માટે અલ્પેશ ભરતજી ઠાકોર અને દિનેશ ભૂરાજી ઠાકોર જવા ગયેલ અને પરત ઘરે પાછા આવતા હતા તે દરમિયાન રસ્તામાં ગામનાજ હેમુજી મથુરજી ઠાકોર તથા સતીષજી ભવનજી ઠાકોર તથા જગતજી ભવનજી ઠાકોર આ ત્રણે જણાવો એ સુરેશને રસ્તામાં રોકેલ અને દારૂ પીવા માટે પૈસાની માંગણી કરેલ જે બાદ સુરેશ ઠાકોર એ પૈસા આપવાની ના કહેતા હેમુજી મથુરજી ઠાકોર અપશબ્દો લાગેલ જે બાદ સુરેશ ઠાકોર એ અપશબ્દો બોલવાની ના કહેતા હેમૂજી મથુરજી ઠાકોર ના હાથમાં રહેલ તલવાર વડે સુરેશ ઠાકોર ના માથાના ભાગે મારવા જતા સુરેશ ઠાકોરે વચ્ચે આડો હાથ કરતા સુરેશ ઠાકોર ને હાથ પર તલવાર લાગેલ જે બાદ સતીષજી ઠાકોરે તેના હાથ માં રહેલ લોખંડ ની પાઇપ વડે સુરેશ ઠાકોર પર હુમલો કરવા લાગેલ જે બાદ જગતજી ભવનજી ઠાકોર ના હાથ માં રહેલ લાકડી વડે હુમલો કરાયો હતો આ ત્રણ શખ્સો દ્વારા હુમલો કરતા સુરેશજી ઠાકોર બુમાં બૂમ કરતા તેની સાથે રહેલા અલ્પેશ ઠાકોર અને દિનેશજી ઠાકોર વચ્ચે પડી વધુ માર માંથી છોડાવેલ જે બાદ હેમુજી મથુરજી ઠાકોર તથા સતીષજી ભવનજી ઠાકોર તથા જગતજી ભવનજી ઠાકોર આ ત્રણે જણાવો  ત્યાંથી જતા રહેલ અને જતા જતા કહેતા ગયા કે આજે તો બચી ગયો પરંતુ લાગ આવશે તો જાનથી મારી નાખીશું તેવી જાસા ધમકી આપી જતા રહેલ.જે બાદ સુરેશજી ઠાકોર ને ઇજા થતાં સારવાર માટે 108 મારફતે ડીસા સિવિલ ખાતે ખસેડાયો હતો.અને વધુ સારવાર માટે પાલનપુર ખાતે ખસેડાયો હતો.જે બાદ સુરેશ ઠાકોર ની માતા એ ડીસા તાલુકા પોલીસ મથકે હેમુજી મથુરજી ઠાકોર તથા સતીષજી ભવનજી ઠાકોર તથા જગતજી ભવનજી ઠાકોર આ ત્રણે જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Download Our B K News Today App



Related News