ડીસા તાલુકાના વાસડા ગામ ખાતે સર્જાઈ મારામારી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-15 12:52:28
  • Views : 2470
  • Modified Date : 2022-03-15 12:52:28

ડીસા તાલુકાના વાસડા ગામ ખાતે સર્જાઈ મારામારી.

 

ડીસા તાલુકા પોલીસ મથકે એક શખ્સ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ...

 

 

ડીસા તાલુકાના વાસણા ગામ ખાતે ગામના એક શખ્સે એક હાથમાં તીક્ષણ હથિયાર લઈ પરિવારના ઘરે જઈ પરિવાર સાથે મારામારી કરાઇ હતી જેમાં ફરિયાદી મહિલાના  કપડાં ફાડી નાંખેલ તેમજ ઘરમાં તોડફોડ કરતા ફરિયાદીએ ગામના શખ્સ વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે...

 

બનાસકાંઠા જિલ્લામાં જેવી બાબતે મારામારી તેમજ હુમલાના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે ત્યારે આજે વધુ એક મારામારીની ઘટના સામે આવી છે ડીસા તાલુકાના વાસડા ગામ ખાતે રહેતા મહિલા પોતાના પરિવાર સાથે ઘરે હતા તે દરમિયાન ગામનો  એક શખ્સ જેનું નામ વીરમાજી ભાથીજી ઠાકોર તેના હાથમાં તીક્ષણ લઈને મહિલા ના ઘરે આવેલ અને મહિલા ના ભાઈ નીલેશ ને જેમતેમ અપશબ્દો બોલવા લાગ્યો જે બાદ  ફરિયાદી મહિલાના ભાઈ અપશબ્દો બોલવાનું ના પાડતાં વીરમાજી ભાથીજી ઠાકોર ફરિયાદી મહિલા ના ભાઈ સાથે ગડદાપાટુનો માર મારવા લાગેલા જે બાદ ફરિયાદી મહિલા અને બહેન બચ્ચે પડી તેના ભાઈને વધુ માર માંથી છોડાવા જતા જે બાદ વિરમાજી ભાથીજી ઠાકોર પણ ફરિયાદી તેમજ તેની બહેનને ગડદાપાટુનો માર મારવા લાગેલા અને ઝપાઝપી કરતા ફરિયાદી મહિલાના કપડાં ફાડી નાખ્યાં જે બાદ ત્રણ ને વધુ માર મારવાથી બૂમાબૂમ કરતા આજુબાજુ માંથી લોકો દોડી આવેલ જે બાદ આજુબાજુના લોકોએ વધુ માર માંથી છોડાવ્યા હતા.જે બાદ વીરમાજી ભાથીજી ઠાકોર ફરિયાદીના ઘરમાં તોડફોડ કરી નુકસાન કરી જતો રહેલ જે બાદ મહિલાએ ડીસા તાલુકા પોલીસ મથકે વિરમાજી ભાથીજી ઠાકોર વિરોધ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News