ડીસાના નહેરુનગર ટેકરા વિસ્તારમાં બે પરિવારો વચ્ચે મારામારી : ઢોર માર મારતા એક યુવકનું સારવાર દરમિયાન મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-28 12:36:55
  • Views : 2883
  • Modified Date : 2022-04-28 12:36:55

 ડીસાના નહેરુનગર ટેકરા વિસ્તારમાં બે પરિવારો વચ્ચે મારામારી : ઢોર માર મારતા એક યુવકનું સારવાર દરમિયાન મોત

 

ડીસા શહેરમાં આવેલા નહેરુનગર ટેકરા વિસ્તારમાં એક યુવક યુવતીને ભગાડી ગયા બાદ યુવતીનો ભાઈ યુવકના ઘરે ઠપકો આપવા જતા યુવકના પરીવારજનોએ યુવતીના ભાઈને ઢોર માર મારતા યુવતીનો ભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત યુવકને ડીસા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકનું સારવાર દરમ્યાન મોત નિપજતા આજે મૃતક યુવકના પરિવારજનો આજે ડીસા પોલીસ સ્ટેશન પર ધસી આવ્યા હતા અને હત્યારા સામે કડક પગલાં લેવાની મંગ કરી હતી...

 

 ડીસા શહેરના નહેરુનગર ટેકરા વિસ્તારમાં રહેતો વિશાલ ઠાકોર બે દિવસ પહેલા તેમના જ વિસ્તારમાં રહેતી મનીષા ઠાકોર નામની યુવતીને ભગાડી ગયો હતો. આ ઘટના બનતા યુવતીનો વ્હાઈ જગદીશ ઠાકોર યુવકના પરિવારજનોને ઠપકો આપવા ગયો હતો. તે દરમ્યાન યુવકના ભાઈ રાજેશ ઠાકોર, કિશન ઠાકોર અને કનું ઠાકોરે યુવતીના ભાઈ જગદીશ ઠાકોર પર હુમલો કરીને ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જગદીશ ઠાકોરને ડીસા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન જગદીશ ઠાકોરનું મોત નિપજતા આજે મૃતક જગદીશ ઠાકોરના પરિવારજનો ડીસા શહેર ઉત્તર પોલીસ મથક ખાતે ધસી આવ્યા હતા અને આ ઘટનામાં પોલીસ દ્વારા આ મામલાને દબાવવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા હતા અને આ ઘટનામાં પોલીસ દ્વારા તાત્કાલિક હત્યાનો ગુન્હો નોંધી આરોપીઓની અટકાયત કરવાની માંગ કરી છે.

 

 

Download Our B K News Today App



Related News