ડીસાના દશાનાવાસ ખાતે પૈસાને લઇને સર્જાઈ મારામારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-19 12:18:12
  • Views : 1340
  • Modified Date : 2021-10-19 12:18:12

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સામઢી ગામે આવેલ નાઢાણીવાસ ખાતે રહેતા પ્રવિણસિંગ ઉદેસિંગ સોલંકી રીક્ષા ચલાવી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે જુના ડીસા બસ સ્ટેન્ડ પર પ્રવિણસિંહ સોલંકી રિક્ષા લઈને ઊભા હતા તે દરમિયાન ધરપડા ગામ ના દિલીપજી ઠાકોર તથા સામઢી મોટા વાસના વિરમસિંગ રઘુસિંગ સોલંકી આ બંને જણા પ્રવિણસિંહ સોલંકી પાસે આવે કહેલ કે અમારે બંને જણાવો ને બહારગામ જવાનું છે જેથી તારી રીક્ષા અમોને આપ એવું કહેલ જેથી પ્રવિણસિંહ સોલંકી આ બંને જણાવો ને રીક્ષા આપેલ આ બંને જણાવો આખો દિવસ પ્રવિણસિંહ સોલંકી ની રીક્ષા લઇ જઇ ફેરવેલ અને સાંજે સવા પાંચ વાગે પ્રવિણસિંહ સોલંકી ના  બનેવી સોમસિંગ ચંદનસિંહ જાદવ ઉપર વિરમસિંહ સોલંકી નો ફોન આવેલો અને એણે કહેલ કે પ્રવીણ સિંહ ને કહેજો કે દશાનાવાસ ના પાટીયા આવી તેઓની રીક્ષા લઈ જાય જે બાદ પ્રવિણસિંહ સોલંકી તેમજ તેમના બનેવી સોમસિંગ તથા પ્રવિણસિંહ નો માસીનો દીકરો મહેન્દ્રસિંહ હરપાલ સિંહ સોલંકી આ ત્રણે જણાવો સાંજે સાડા છએક વાગ્યે દશાનાવાસ ના પાટીયે જતા દિલ્હી ઠાકોર પ્રવિણસિંહ સોલંકી ને કહેવા લાગેલા કે અમોને તું 14,000 રૂપિયા આપ અને તારી રીક્ષા લઈ જા તેવી વાત કરતાં પ્રવિણસિંહ સોલંકી કહેલ કે તને શાના રૂપિયા આપું તેમ કહેતા દિલીપસિંહ અપશબ્દો બોલવા લાગ્યો જેથી પ્રવિણસિંહ સોલંકી અપશબ્દો બોલવાની ના પાડતા વિરમસિંહ એકદમ ઉશ્કેરાઇ જઇ તેના હાથમાં નો ધોકો પ્રવિણસિંગ ના જમણા હાથ પર મારેલ તેમજ તેમના બનેવી ને પણ હાથ ઉપર ધોકો મારેલો પ્રવિણસિંહ સોલંકી નો માસીનો દીકરો ઝઘડામાં વચ્ચે  છોડાવવા પડતા મહેન્દ્રસિંહ દિલીપજી એ લોખંડની પાઇપ માથાના ભાગે મારેલી અને ત્યાર પછી બીજા બે અજાણ્યા માણસો રીક્ષા લઇ આવેલા તેઓ પણ પ્રવિણસિંહ સોલંકી તેમજ તેમના બનેવી અને તેમના માસીના દીકરા ને ગડદાપાટુનો માર મારવા લાગેલા જેથી પ્રવિણસિંહ સોલંકી બૂમાબૂમ કરતા નજીકમાંથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને વધુ માર માંથી છોડાવેલ તેમજ આ ચાર શખ્સો ને સમજાવી ક્યાંથી કાઢેલા અને  જતા કહેતા ગયા કે આજે તો આ લોકો આવા દ્યો તમે બચી ગયા છો નહિતર જાનથી મારી નાખીશું તેવી જાસા ધમકી આપી પ્રવિણસિંહ સોલંકી ની રીક્ષા લઈ જતા રહેલા પ્રવિણસિંહ સોલંકી ના માસી નો દીકરો મહેન્દ્રસિંહ ને માથાના ભાગે લોહી આવતું હોય જેથી પ્રાઇવેટ ગાડી મારફતે ડીસા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર ખાતે ખસેડવામાં આવ્યા હતા જે બાદ પ્રવિણસિંહ ઉદેશીંગ સોલંકી ડીસા તાલુકા પોલીસ મથકે દિલીપજી ઠાકોર રહે ધરપડા તેમજ વિરમસિંગ રઘુસિંગ સોલંકી તેમજ બીજા બે અન્ય માણસો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News