ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામે શ્રી સધી જહુ માતાજીના ધામે ચાણસ્માના માઈભક્ત દ્વારા બાવન ગજની ધજા અર્પણ કરવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-07 11:49:56
  • Views : 205
  • Modified Date : 2021-12-07 11:49:56

 

ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામે શ્રી સધી જહુ માતાજીના ધામે ચાણસ્માના માઈભક્ત દ્વારા બાવન ગજની ધજા અર્પણ કરવામાં આવી હતી. માગશર માસની બીજના રોજ ચાણસ્માના વાલ્મિકી પરિવાર દ્વારા માતાજીએ તેમની મનોકામના પૂર્ણ કરતા માતાજીની માનતા બાધા પ્રમાણે પોતાના વતન ચાણસ્માથી પગપાળા ડી.જે.ના તાલે બાવન ગજની ધજા સાથે પોતાના સ્વજનો સહિત ગંગેટ ગામે આવી પહોંચતા તેઓનું મા સધી જહુ માતા પરિવાર તેમજ મહોલ્લાના  સર્વે માઈ ભક્તો દ્વારા ફુલગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ  ભુવા શ્રી મેહુલભાઇએ માતાજીની ધજાને કુમકુમ તિલક પુષ્પગુચ્છથી વધાવી લીધી હતી. અને ત્યાંથી ડી.જે.ના તાલે વાજતે ગાજતે  નિજધામ પહોંચી બાધા આખડી પ્રમાણે વિધિ વિધાનથી માતાજીની બાવન ગજની ધજા અર્પણ કરવામાં આવી હતી. પ્રસંગે ખૂબજ બહોળી સંખ્યામાં માઈ ભકતોએ ડી.જે.ના તાલે નાચી સહભાગી બની ધન્યતા અનુભવી હતી અને માતાજીના આશીર્વાદ મળ્યા હતા. પ્રસંગે માતાજીના ભુવા શ્રી મેહુલભાઇએ સર્વે જનમેદનીને માતાજીના દર્શન કરાવી આશીર્વાદ પાઠવ્યા હતા.

Download Our B K News Today App



Related News