ભરુચના પાલેજ GIDCમાં આવેલી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની 5 ગાડી ઘટનાસ્થળે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-21 15:25:15
  • Views : 89
  • Modified Date : 2023-06-21 15:25:15

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. તો આવી જ આગ લાગવાની ઘટના સામે આવી છે. ભરુચના પાલેજ GIDCમાં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.પાલેજ GIDCમાં આવેલી રુચિકા વેસ્ટિજ કંપનીમાં વિકરાળ આગ લાગવાનો બનાવ બન્યો છે.ઘટનાની જાણ થતા જ સ્થાનિકો તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે. જાણ થતાની સાથે જ ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની પ્રયત્ન હાથ ધર્યો છે. હજુ સુધી આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. જેની તપાસ કરવામાં આવશે. સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાનિની માહિતી પ્રાપ્ત થઈ નથી.તો બીજી તરફ આ અગાઉ સુરત શહેરના પાંડેસરા GIDC વિસ્તારમાં ખાતે આવેલી પ્રતિક મીલમાં વિકરાળ આગ લાગી હતી. મીલમાં કામ કરતા કામદારો આગ લાગતાની સાથે જ મીલ બહાર દોડી આવ્યા હતા અને સાથે જ એક મોટુ ટોળું થઈ ગયુ હતું.આગ એટલી વિકરાળ હતી કે આગના કાળા ગોટેગોટા ઉપર ઉડતા નજરે જોવા મળ્યા હતા. સાથે જ ત્યાં પાંડેસરા પોલીસનો કાફલો પણ પહોંચી લોકોને મીલથી દુર કર્યા હતા. જોકે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ત્રણ કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગ આગ ઉપર કાબુ કરી શક્યુ હતુ. સદ્દનસીબે આ આગમાં જાનહની થવા પામી ન હતી.

Download Our B K News Today App



Related News