ગોધરા પાસે કુશા કેમિકલ કંપનીમાં ભીષણ આગ, 20 કિ.મી. દૂર સુધી ધુમાડા દેખાયા, 2 કિ.મી. વિસ્તારના 3 હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-21 15:33:02
  • Views : 285
  • Modified Date : 2020-12-21 15:33:02

    પંચમહાલ જિલ્લાના ગોધરાના નાદરખા ગામ નજીક આવેલી કુશા કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે, જેને પગલે કંપનીમાં દોડધામ મચી ગઇ હતી. આગના ધુમાડા 20 કિ.મી. દૂર ઘોઘંબા સુધી દેખાઇ રહ્યા છે. સાવચેતીના પગલારૂપે આસપાસના 2 કિ.મી.ના વિસ્તારના 3 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.3થી 4 ટન કેમિકલની ટાંકીમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. હાલોલ, કાલોલ, શહેરા, ગોધરા અને વડોદરા ફાયરબ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. જોકે આગ પર કાબૂ ન આવતાં ફર્મ પણ મગાવવામાં આવ્યું છે.



ઘટનાની જાણ થતાં જ પંચમહાલ જિલ્લા કલેક્ટર અને એસપી કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આગની ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી અને આગ લાગવાનું કારણ પણ હજી સુધી બહાર આવ્યું નથી.



Download Our B K News Today App



Related News