બનાસકાંઠા જીલ્લામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ બાદ શરદી અને ખાંસી સહિત તાવની બીમારીએ માથું ઊંચક્યું છે. અને તાવ, શરદી અને ખાંસીના લક્ષણો ધરાવતા દર્દીઓથી દવાખાના ઉભરાઇ રહ્યા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-23 12:07:29
  • Views : 258
  • Modified Date : 2021-11-23 12:07:29

 

જિલ્લાના દવાખાના અત્યારે દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે અને અહી સારવાર લેવા આવતા દર્દીઓમાં સહુથી વધુ દર્દીઓ તાવ, શરદી અને ખાંસીના દર્દીઓ છે.. બનાસકાંઠા જીલ્લામાં તાવ, ખાંસી અને શરદીના દર્દીઓની સંખ્યા અચાનક વધવા પાછળનું મુખ્ય કારણ તાજેતરમાં થયેલો વરસાદ છે.. તાજેતરમાં બનાસકાંઠા જીલ્લામાં સતત બે દિવસ સુધી પડેલા વરસાદને પગલે વાતાવરણમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે.. અને લોકોને બેવડી ઋતુનો એહસાસ કરવો પડી રહ્યો છે.. વરસાદ બાદ દિવસે ગરમી અને બફરાંનું પ્રમાણ વધી ગયું છે તો રાત્રે ઠંડી વધી જતાં તાપમાનમાં સર્જાયેલા મોટા તફાવતને કારણે બિમારીનું પ્રમાણ વધી ગયું છે.. જેથી તબીબો પણ સલાહ આપી રહ્યા છે કે શરદી, ખાંસી અને તાવના લક્ષણો ધરાવતા દર્દીઓએ ઘરેલુ ઉપચાર કરવાના બદલે તાત્કાલિક યોગ્ય તબીબી ડિગ્રી ધરાવતા તબીબો પાસે સારવાર કરાવવી.. ઉપરાંત ઘર અને ઘરની આસપાસ સફાઈ રાખવી અને પાલિકાએ પણ બીમારી વધુ ના પ્રસરે તે માટે દવાનો નિયમિત છંટકાવ કરાવવો...

 

ગત વર્ષે પણ ઠંડીની શરૂઆત સાથે કોરોનાના કેશોમાં ધરખમ વધારો નોંધાયો હતો અને ગુજરાતમાં કોરોનાની પ્રથમ લહેર શરૂ થઈ હતી.. ત્યારે વર્ષે પણ લોકોએ સાવધાની રાખવી જરૂરી બની ગઈ છે.. અત્યારે કોરોનાના કેશો આવતા હોવાથી બેદરકારી રાખવી ભારે પડી શકે તેમ છે.. ત્યારે લોકોએ કોરોનાની ત્રીજી લહેર પહેલા પૂરેપુરી સાવધાની રાખવી પડશે..

Download Our B K News Today App



Related News