ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના હિમંતપુરા ગામની ચૌધરી સમાજની દીકરીએ આંતરરાષ્ટ્રીય ફેન્સીંગમાં સ્થાન મેળવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-07 10:55:18
  • Views : 268
  • Modified Date : 2021-03-07 10:55:18

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ખોબા જેવડા ગામ હિંમતપુરાની દીકરી રીતુ ચૌધરીએ રાષ્ટ્રીય ફલક પર નામના મેળવી છે. જેણે ઉત્કૃષ્ટ દેખાવ કરી ફેન્સીંગ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં સ્થાન મેળવી હિંમતપુરા ગામને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ ઉભી કરી છે. આગામી ૧૮ થી ૨૩ માર્ચ ૨૦૨૧ દરમિયાન રશિયાના કઝાન ખાતે યોજાનાર વર્લ્ડકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આવી સિદ્ધિ મેળવનાર રીતુ ગુજરાતની પ્રથમ ખેલાડી છે.
રીતુ ચૌધરીએ રમતની શરૂઆત ૨૦૧૪માં જી.એમ.ચૌધરી શાળામાં અભ્યાસ કરતી હતી તે સમયે ગુજરાત સ્પોર્ટ્‌સ એકેડેમીના ફેન્સી જ ભરતજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ રમતની શરૂઆત કરી હતી. ત્યારબાદ ૨૦૧૬માં અખિલ આંજણા કેળવણી મંડળ સ્પોર્ટ્‌સ એકેડેમીમાં તાલીમ મેળવવાની શરૂઆત કરી બાદમાં રાજ્ય સરકારની ડી.એલ.એસ.એસ. યોજના હેઠળ ઈનસ્કુલ ટેલેન્ટ ખેલાડી તરીકે કોચ કિંજલબેન અને ટ્રેનર હાર્દિકજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી હતી. તેમજ ૨૦૧૮થી રાજ્ય સરકારની ફેન્સીગ એકેડેમીમાં નડિયાદ ખાતે તાલીમ મેળવે છે. રીતુ ચૌધરી સાત વર્ષથી સતત નિયમિત ફેન્સીંગની તાલીમ મેળવી રહી છે.અને ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. છેલ્લા પાંચ વર્ષથીતે સતત રાજ્યકક્ષાએ ચેમ્પિયન રહી છે. અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ સ્પર્ધાઓમાં સારો દેખાવ કરી મેડલ મેળવેલ છે ગત વર્ષે સિનિયર ફેન્સીંગ ચેમ્પિયનશિપમાં પણ છઠ્ઠો અને જુનિયર ફેન્સીંગચેમ્પિયનશિપમાં પાંચમો રેન્ક મેળવેલ હતો તેમજ ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ફેન્સીંગ પડદામાં સિલ્વર મેડલ તથા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં સિલ્વર મેડલ મેળવેલ હતો રીતુ પોતાના સાતત્ય સભર પર્ફોર્મન્સને કારણે વર્લ્ડકપ જેવી મોટી ઇવેન્ટ માટે ભારતીય ટીમમાં પસંદગી પામેલ છે.

Download Our B K News Today App



Related News