કાણોદરમાં રસ્તાઓ પર ફેલાતું ગટરનું ગંદુ પાણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-19 11:51:23
  • Views : 269
  • Modified Date : 2021-03-19 11:51:23

પાલનપુર તાલુકાના કાણોદરના ઇન્દિરાનગરમાં થોડા સમય અગાઉ ૧૭ લાખના ખર્ચે ભૂગર્ભ ગટર નંખાઈ હતી. પરંતુ ગટર લાઈન ખોટી જગ્યાએ નાંખતા છેલ્લા ચાર દિવસથી જાહેર રસ્તામાં ગટરનું દૂષિત પાણી આવતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્‌યાં છે.
કાણોદર ઇન્દીરાનગર
પરામાં ૧૭ લાખના બનાવેલી ગટર છેલ્લાં ચાર દિવસથી રહીશો ગંદકીથી પરેશાન થઈ ગયા છે તેમ છતાં ગટરનું દૂષિત પાણી જાહેર માર્ગો ફેલાયું છે. ત્યારે ગ્રામ
પંચાયતના સત્તાસીધો આમને
રીપેર કરાવે તેવી લોક માંગ ઉઠી છે. લોકોનું કહેવું છે આ ગટર કાણોદર કબ્રસ્તાન તરફ નાળુ જાેડયું હોત તો ગટરનું પાણી નીચાણ તરફ વહી જાત. પરંતુ
પંચાયત દ્વારા આ ગટર લાઇનને મહાદેવ તરફ નાખતા ગટરનું
પાણી પાછું આવવાથી પાઇપ મારફતે ગટરનું પાણી બહાર નીકળ્યું છે. છેલ્લા ચાર દિવસથી ત્યાંથી ચાલવું ભારે થઈ ગયું છે.

Download Our B K News Today App



Related News