છત્રાલની કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-13 11:25:19
  • Views : 307
  • Modified Date : 2020-10-13 11:25:19

છત્રાલ જી.આઇ.ડી.સી. માં સોમવારની વહેલી સવારે એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાના સમાચાર કલોલ નગરપાલિકા ફાયર ટીમને આપવામાં આવતા બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે, ગાંધીનગર ફાયર બ્રિગેડ, કડી ફાયર બ્રિગેડ અને ઓએનજીસી ની ફાયરબ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. કેમિકલ બનતું હોવાના કારણે આગ ભયાનક રીતે આગળ વધી રહી હતી. ત્યારે તમામ જગ્યાની ફાયરની ટીમના કર્મચારીઓ દ્વારા લાખો લિટર પાણીનો મારો ચલાવ્યા બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો. પરંતુ આ સમગ્ર ફેક્ટરી આગમાં સ્વાહા થઈ ગઈ હતી. જોકે, કોઇ જાનહાનિ થઇ ન હતી.

Download Our B K News Today App



Related News