પ્રધાન મંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત ડીસામાં વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવાના આક્ષેપો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-18 10:44:18
  • Views : 444
  • Modified Date : 2019-07-18 10:44:18

પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અમલી બનાવવામાં આવી છે. જેમાં વિનામુલ્યે બેરોજગાર યુવકોને તાલીમ આપી રોજગાર આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ડીસામાં આ યોજનાને લઈ બેરોજગાર યુવકો પાસે સેન્ટરના સંચાલકો યુવકો પાસે  ફી ની માગણી કરી છે. તેવા આક્ષેપ કરી રહ્યા છે.
ડીસામાં ચાલતા પ્રધાનમંત્રી કૌશલય વિકાસ યોજનાના સેન્ટર પર તાલીમ મેળવી રહ્યા હતા. ૩૦ જેટલા વિદ્યાર્થીઓએ તાલીમ મેળવ્યા બાદ સેન્ટર દ્વારા લેવાયેલી પરીક્ષામાં
નાપાસ થતાં ફરી પરીક્ષા
આપવા માટે આ વિદ્યાર્થીઓ
પાસેથી ફી માંગવામાં આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.  ડીસા સેન્ટર પરના વિદ્યાર્થીઓ સેન્ટરના સંચાલક
પર આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે અમારી પાસે ફી ની માંગણી કરવામાં આવી રહી છે ત્યારે અમે આ અંગે હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરતાં તેમણે જણાવ્યુ હતું કે વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનામાં
કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. તેમ છતાય સેન્ટર દ્વારા ફી ઉઘરાવવામાં આવી રહી હોવાના આક્ષેપો કર્યા હતા.
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત તાલીમ મેળવી રહેલા તાલીમાર્થીઓએ સેન્ટરના સંચાલક પર કરેલા આક્ષેપો બાદ અમે જ્યારે સેન્ટરના સંચાલકનો સંપર્ક કર્યો ત્યારે સેન્ટર ચલાવી રહેલા સંચાલકે કેમેરા સામે કઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને મૌખિક રીતે જણાવ્યુ હતું કે વિદ્યાર્થીઓ પાસેથી નિયમોનુસર જ ફી વસૂલવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News