પાથાવાડાથી રબારી ગોળીયા જવાના રસ્તા પર ગટરનું પાણી ભરાઈ રહેતા ચ્છરનો ઉપદ્રવ વધતાં લોકોમાં બીમારીનો ખોફ ફેલાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-24 11:07:36
  • Views : 303
  • Modified Date : 2021-07-24 11:07:36

     દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામે મુખ્યમંત્રી સડક યોજના 2017માં પાંથાવાડાથી રબારી ગોળીયા જવાનો ડામર રોડ લાખો રૂપિયા ખર્ચી નવો બનાવવામાં આવ્યો હતો પરંતુ એક કિલોમીટર સુધી રોડ ઉપર ગટરનું પાણી વહેવાના કારણે ઠેર ઠેર ખાડા પડ્યા છે . જેના કારણે વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે . ગટરનું પાણી ભરાઈ રહે છે તેથી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે નવીન રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ અધિકારીઓને સાંતરવાડા ગામના જાગૃત નાગરિકે  લેખિતમાં અધિકારીઓને   અનેકવાર પાણી બંધ કરવા રજૂઆત કરી હતી પરંતુ આજ સુધી સમસ્યાનો અંત આવ્યો નથી પાથાવાડા થી નાની મહુડી જવાના રસ્તા પર પાથાવાડા ગામનુ ગટર નુ પાણી રસ્તા પર ફરી વળતા 4 ગામના ગ્રામજનોને રસ્તા પર થી અવર જવર કરવામાં ખૂબ મુશ્કેલી નો સામનો કરવો પડે છે.પાથાવાડા થી નાની મહુડી જવાનો રસ્તા પર સાતરવાડા,રબારી ગોળીયા,લાખારામપુરા ,સહીત નાની મહુડી સાથે જોડતો હોવાથી લોકોની અવરજવર વધુ માત્રામાં રહેતી હોવાથી લોકો ત્રસ્ત થઈ જાય છે. સાતરવાડા ગામના જાગૃત નાગરિક દ્વારા પાથાવાડા ગ્રામપંચાયત, મામલતદાર દાતીવાડા ,તાલુકા વિકાસ અધિકારી દાતીવાડા ને ક્રમશ આવેદનપત્ર તેમજ અરજી અને વારંવાર મૌખિક જાણ કરી ને જણાવ્યું કે પાથાવાડા ગામના ચાર વિસ્તારોમાંથી આવતાં ગટરના ગંદા પાણી વહેતા રસ્તાની આજુબાજુ ગંદકીના થર જામી ગયા છે, તેમજ ડામરનો રોડ  ગટરના પાણીના કારણે 1કિમી જેટલો તૂટી ગયેલો છે તેમજ રસ્તા પર ગટરના ગંદા પાણી ના કારણે ઝેરી જીવ જંતુ નો ઉપદ્રવ રહેતા બાળકો અવર જવર કરતાં પણ ડરી રહ્યા છે .ગામના જાગૃત નાગરિક દ્વારા પંચાયત થી ધાનેરા નાયબ કાર્ય પાલક ઈજનેર ને રજૂઆત કરવા છતાં પણ તેમના પ્રશ્નનુ નિરાકરણ આવતા તેમણે જીલ્લા વિકાસ અધિકારી ને પણ લેખિત માં રજૂઆત કરી હતી પંરતુ હજુ સુધી કોઇ યોગ્ય નિરાકરણ આવતા લોકો સમસ્યા નો સામનો કરી રહ્યા છે.ગામના જાગૃત નાગરિક વાહતાભાઈ ચૌધરી જણાવ્યું કે અમારી માગણી છે જે રસ્તો 1 કિમી તૂટ્યો છે તેનુ સમારકામ થાય તેમજ ગટરનુ પાણી રસ્તા માં આવતુ બંધ થાય સાથે રસ્તા માં રહેલા દબાણ દુર કરાય જેથી રસ્તો પહોળો થાય અને પાણી નો યોગ્ય નિકાલ કરે તેવી માગણી કરી છે પાંથાવાડા ગ્રામ પંચાયત ટેલિફોનિક તલાટી સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ગટર નું પાણી રોડ ઉપર વહી રહ્યું છે તેથી અમે પાંચ મહિના અગાઉ તાલુકા પંચાયતમાં નવીન ગટર માટેની રજૂઆત કરેલી છે જ્યારે ગ્રાન્ટ પાસ થાય ત્યારે ગટર બનાવવામાં આવશે ત્યાં સુધી રોડ પર પાણી ભરાઈ રહ્યું છે તેની પરિસ્થિતિ આવી રહેશે અને વધુમાં જણાવ્યું હતું કે  સોસકુવા પણ બનાવવામાં આવશે તેવું જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News