ડીસા તાલુકા પંચાયતમાં પીવાના પાણીમાં ગંદકીથી રોગચાળાની ભીતિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-07 11:44:25
  • Views : 282
  • Modified Date : 2021-09-07 11:44:25

     ગુજરાત સરકાર એક તરફ સ્વચ્છ ગુજરાત અભિયાન અંતર્ગત દર વર્ષે લાખો કરોડો રૂપિયાના ખર્ચે અભિયાન ચલાવી રહ્યું છે પરંતુ આ અભિયાનના ધજાગરા ડીસા તાલુકા પંચાયતમાં ઊડી રહ્યા છે ડીસા તાલુકા પંચાયતમાં અરજદારોને સ્વચ્છ પાણી મળી રહે તે માટે સરકારની ગ્રાન્ટમાંથી પીવાના પાણી માટે ની પરબ મૂકવામાં આવી છે પરંતુ અહીં તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી બી.ડી સોલંકીને  અહીં આવતા અરજદારોની જાણે કંઈ જ પડી ના હોય તેવું જોવા મળી રહ્યું છે. ડીસા તાલુકા પંચાયતમાં ગ્રામીણ વિસ્તારમાંથી વિકાસના કામો અર્થે રોજેરોજ મોટી સંખ્યામાં અરજદારો આવે છે.અને અહીં બનવેલ પાણીની પરબ માંથી આ અરજદારો પાણી પીવે છે. પરંતુ આપ પણ ચોકી જશો આ પાણીના દ્રશ્યો જોયા પછી કારણકે આ પાણી આજનું નહીં પરંતુ 15 દિવસનું ભરેલું પાણી છે. એક તરફ આરોગ્ય વિભાગ દ્વારા દિવસ રાત મહેનત કરી લોકો રોગચાળાથી દૂર રહે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ તાલુકા પંચાયતમાં સામેથી રોગચાળાને આમંત્રણ આપવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે અહીં અરજદારો માટે બનાવવામાં આવેલ પાણીની પરબ માં માત્રને માત્ર ગંદકી જોવા મળી રહી છે અહીંના તો કોઈ પ્રકારની સફાઈ કરવામાં આવી રહી છે તે ન તો કોઈ પ્રકારની આજુબાજુમાં સફાઈ રાખવા માગતી હોય આ બાબતે મીડિયાએ જ્યારે તાલુકા પંચાયતના અધિકારી બીડી સોલંકીનો સંપર્ક કરતા તેમને આ બાબતે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે અમારે પાણીની પરબ નું ધ્યાન રાખવાનું ન હોય અમારે આખા તાલુકાની કામગીરી આવતી હોય છે. આ પાણીની ટાંકી ની સફાઈ 15 દિવસ પહેલા કરાવી હોવાનું તાલુકા વિકાસ અધિકારી બી.ડી સોલંકી એ પણ કબુલાત કરી હતી. અને તાત્કાલિક ધોરણે આ પાણીની પરબ સાફ કરવા માટે જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News