વડોદરામાં કર્ફ્યુના ભયથી લોકો શાકભાજી લેવા દોડ્યા, બજારોમાં લોકો માસ્ક પહેર્યાં વિના ફરી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-20 14:56:59
  • Views : 351
  • Modified Date : 2020-11-20 14:56:59

               અમદાવાદમાં કોરોનાના કેસો વધતા અને કોરોનાને અંકુશમાં લેવા માટે રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અમદાવાદમાં સાવચેતીના ભાગરૂપે લેવામાં આવેલા પગલાને પગલે વડોદરામાં લોકોને કર્ફ્યુની ભીતિ છે. જેને પગલે લોકો શાકભાજી સહિતની વસ્તુઓ લેવા માટે બજારોમાં ભીડ લગાવી હતી. જોકે, વડોદરામાં કોરોનાના કેસો નિયંત્રણ હેઠળ છે, ત્યારે વડોદરાના લોકોને દિવ્યભાસ્કર દ્વારા અપીલ કરવામાં આવે છે કે, કોઇએ અફવાઓ ઉપર ધ્યાન આપવું નહીં. માસ્ક પહેરો અને સાવચેતી રાખો. ખંડેરાવ માર્કેટના વેપારી કિરીટભાઇએ જણાવ્યું હતું કે, લોકોએ ગભરાવવાની જરૂર નથી, કોઇ પણ પરિસ્થિતિમાં શાકભાજી મળવાનું જ છે.વડોદરા શહેરમાં ભારે ભીડ થતી હોય તેવા ખંડેરાવ શાકભાજી માર્કેટ, મંગળબજાર, નવાબજાર, મુન્સીખાંચા, વડોદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી અને શુક્રવારી બજાર છે. આજે શુક્રવારને પગલે ગરીબોનો શોપિંગ મોલ ગણાતા શુક્રવારી બજારમાં લોકોનો ભારે ધસારો રહ્યો હતો. હાથીખાનાથી કારેલીબાગ જવાના રસ્તા ઉપર ભરાતા શુક્રવારી બજારમાં બજાર શરૂ થતાંની સાથેજ લોકો જૂની-નવી ચિજવસ્તુઓ ખરીદવા માટે ઉમટી પડ્યા હતા. વેપારીઓ તો ઠીક ખરીદી કરવા માટે પહોંચેલા લોકોએ પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું ચૂકી ગયા હતા, ત્યારે કોરોનાથી બચવા માટે લોકોએ પણ માસ્ક પહેરવા સહિતની તકેદારી રાખવી જરૂરી છે.વડોદરામાં શાકભાજી ખરીદવા માટે ખંડેરાવ શાકભાજી માર્કેટ અને વડોદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોટું માર્કેટ છે. સવારે મોટી સંખ્યામાં શહેરીજનો સસ્તી શાકભાજી ખરીદવા અને નાના-મોટો વેપારીઓ ધંધા માટે શાકભાજી ખરીદવા માટે પહોંચે છે. આજે સવારે આ બંને માર્કેટમાં શાકભાજી ખરીદવા માટે લોકોનો ભારે ધસારો રહ્યો હતો. અનેક લોકો માસ્ક પહેર્યા વગર શાકભાજી ખરીદવા માટે પહોંચી ગયા હતા. સોશિયલ ડિસ્ટનના ધજાગરા જોવા મળ્યા હતા.એજ રીતે નાની-મોટી ચિજવસ્તુઓ ખરીદવા માટેનું મોટું બજાર છે. મંગળબજાર તેમજ તેની અંદર આવેલ મુન્સી ખાંચા ઉપરાંત નવા બજારમાં સવારથી જ ભારે ભીડ શરૂ થઇ જાય છે. આગામી દિવસોમાં શરૂ થતી લગ્નસરાની મોસમને પગલે બજારોમાં ખરીદી શરૂ થઇ ગઇ છે. જેમાં ખાસ કરીને મંગળબજાર, એમ.જી. રોડ, નવાબજાર, રાવપુરા રોડ સહિતના બજારોમાં લોકોની ભીડ શરૂ થઇ છે, ત્યારે વડોદરાના લોકો સાવચેતી નહીં રાખે તો આવનારા દિવસોમાં કોરોના ઘાતક નીવડી શકે છે. હાલની સ્થિતિ જોતા વડોદરાના લોકોને ગભરાવવાની જરૂર નથી. પરંતુ, સાવચેતી રાખવાની ચોક્કસ જરૂર છે.વેપાર વિકાસ એસોસિએશનના અગ્રણી પરેશભાઇ પરીખે જણાવ્યું હતું કે, અમે વડોદરાના વેપારીઓને સ્વૈચ્છિક બજાર બંધ રાખવાની કોઇ અપીલ કરવાના નથી, પરંતુ, જો સરકાર લોકડાઉન જાહેર કરશે તો વેપારીઓનો પૂરે પુરો સહકાર રહેશે. અમે ગત જૂન-જુલાઇ માસમાં સરકારને અપીલ કરી હતી કે, વેપારીઓ બજાર બંધ રાખવા તૈયાર છે, પરંતુ, સરકાર દ્વારા કોઇ મદદ મળી નહોતી. ઓક્ટોબર-નવેમ્બરથી માંડ ધંધા-રોજગારની શરૂઆત થઇ છે. અગ્રણી વેપાર શરૂ હવે અમે વેપારીઓને બજારો બંધ રાખવા અપીલ નહીં કરીએ, પરંતુ, જો સરકાર લોકડાઉન જાહેર કરશે તો અમે પૂરે પુરો સહકાર આપીશું.

Download Our B K News Today App



Related News