વાતાવરણ બગડવાને લઈ પાકને નુક્સાનની ભીતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-17 15:11:46
  • Views : 74
  • Modified Date : 2023-12-17 15:11:46

સાબરકાંઠા જિલ્લાના શાકભાજી ઉત્પાદન કરતા ખેડૂતો હાલમાં ચિંતામાં મૂકાયા છે. વાતાવરણની વર્તમાન સ્થિતિ ખેડૂતોને પાયમાલ કરી દે એવી ચિંતા સતાવી રહી છે. ગત મહિનાના અંતમાં અને ડિસેમ્બરની શરુઆતે માવઠા સહિત હાલમાં વાદળછાયા વાતાવરણના માહોલને લઈ ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.ફુલાવર અને કોબીજ સાબરકાંઠાથી દિલ્હી અને મુંબઈ ઉપરાંત, નાશીક, ઉદયપુર, સુરત, અમદાવાદ, વડોદરા અને વાપી સહિતના બજારોમાં મોકલવામાં આવે છે. ગુણવત્તાસભર કોબીજ-ફુલાવરના ઉત્પાદન માટે પ્રાંતિજનો વિસ્તાર જાણીતો છે.પરંતુ હાલમાં વાતાવરણની સ્થિતિને ખેડૂતોની ચિંતા વધી ચૂકી છે. ફુલાવર અને કોબીજની ખેતી માટે બિયારણ અન્ય ખેતીના પ્રમાણમાં અનેકગણું મોંઘું હોય છે. આમ મોંઘી ખેતી કર્યા બાદ વાતાવરણને કારણે પાક બગડવાને લઈ ચિંતા સતાવી રહી છે.હાલમાં વાદળછાયું સતત વાતાવરણ જોવા મળતું હોવાને લઈ તેમજ વારંવાર કમોસમી વરસાદ અને સવારે ઝાકળ પાકને નુક્સાન કરી રહ્યો છે. કમોસમી વરસાદ ફુગ સહિતની સમસ્યા પાકમાં સર્જે છે, તો વાદળછાયું વાતાવરણ પાકને પીળો કરી દે છે.અગ્રણી ખેડૂત અમૃતભાઈ પટેલ અને હિતેન્દ્ર પટેલે ટીવી9 સાથે વાતચીત કરતા બતાવ્યુ હતુ કે, વાતાવરણને કારણે હાલમાં પાકને લઈ ચિંતા વર્તાઈ છે. વાદળછાયા વાતાવરણને કારણે પાકમાં ડાઘી પડવાની સમસ્યા છે. તો તેના કારણે ભાવ પણ ખૂબ જ ઓછો મળે છે. વાદળછાયું વાતાવરણ વધારે સમસ્યા સર્જે છે અને હજું માવઠાની આગાહીએ ચિંતા વધારી દીધી છે.

Download Our B K News Today App



Related News