સરફુદ્દીન ગામ અંકલેશ્વરથી વિખૂટું પડે તેવી ભીતિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-03 11:30:25
  • Views : 323
  • Modified Date : 2020-10-03 11:30:25

   અંકલેશ્વરનું સરફુદ્દીન ગામ તાલુકાથી વિખૂટું પડે તેવી સ્થિતિ સર્જાયી છે. ગામને જોડાતો માર્ગ નર્મદા નદીમાં થયેલા ધોવાણને લીધે ગમે ત્યારે તૂટી જાય તેમ હોય ગામ અંકલેશ્વરથી વિખૂટું પડે તેવો ભય ગામલોકોને સતાવી રહ્યો છે. નર્મદા નદીમાં ધોવાણ વધતા ગામ ફરી ડુબાણમાં જવાની ભિતિ સેવાયી છે. વર્ષ 2013માં માર્ગનું ધોવાણ થતા સ્થાનિક ખેડૂતે પોતાની જમીનમાંથી માર્ગ આપ્યો હતો. હવે ફરીથી ડુબાણમાં જાય તો માર્ગ માટે જગ્યા નહીં આપવાનો ખેડૂતે નિર્ણય કર્યો છે.

નર્મદા નદીનું ધોવાણ વધતાં ફરી ગામ ડુબાણમાં જવાની સ્થિતિ
અંકલેશ્વર તાલુકાનું સરફુદ્દીન ગામ ગમે ત્યારે અંકલેશ્વરથી સંપર્ક વિહોણું બની શકે છે. એટલુંજ નહિ ગામ પર હાલ ફ્રેડ કોરિડોર બ્રિજ અને એક્ષપ્રેસ વે પણ બની રહ્યો છે. રોજના અનેક વાહનો અહીંથી પસાર થઇ રહ્યા છે. જેની વચ્ચે સરફુદ્દીનના અલ્લુ વગા વિસ્તારમાં નર્મદા નદીને અડીને પસાર થતા માર્ગ પર પથ્થરોનું ધોવાણ થતા હવે જમીનનું ધોવાણ થઇ રહ્યું છે. માર્ગની લગોલગ નર્મદાના ધસમસતા પ્રવાહ રોજ રોજ અહીં જમીન ધોવાણ કરી રહ્યા છે. જેને લઇ ટૂંક માં માં માર્ગ નીચે થી જમીન ધોવાણ સાથે માર્ગ નદી ના ધોવાણ માં તૂટી જવા ની સંભવના ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. સરફુદ્દીન થી ગોલ્ડન બ્રિજ વચ્ચે સંરક્ષણ દીવાલ ની અધૂરી કામગીરીને લઇ આ સ્થિતિ સર્જાય છે ઇજારદાર સાથે વિવાદ બાદ ઇરીગેશન વિભાગે આ પ્રોજેક્ટ ભારભૂત રિવર કમ બેરેજ યોજના માં સમાવિષ્ટ કરી દીધો છે.

અમારા ગામનો ગમે ત્યારે તાલુકાથી સંપર્ક તૂટી શકે
અમારા ગામ ને જોડાતા રસ્તો પર સરફુદ્દીન ગામ પાસ હાલ નર્મદા નદી માં ધોવાણ ના પગલે માર્ગ નજીક પથ્થરો નીકળી ગયા છે અને જમીન ધસી રહી છે જે માર્ગ ની માંડ 2 ફૂટ દૂર છે ગમે ત્યારે રસ્તો ધોઈ નાખશે જેને લઇ ગામ માં આવાગમન નો માર્ગ બંધ થઇ શકે છે. અને ગામ સંપર્ક વિહોણુ બની શકે છે. આ બાબતે તંત્ર વહેલી ટકે અહીં સંરક્ષણ દીવાલ ઉભી કરે કે પછી અમારો ગામ રસ્તો બચાવે તેવી ગ્રામજનો ની માગ છે. - હરિભાઈ વસાવા, સરપંચ, સરફુદ્દીન ગામ

અગાઉ રસ્તા માટે જમીન આપી હતી, હવે નહીં આપું
2013 ના પૂરમાં સરફુદ્દીનનો માર્ગ નદીના પૂરમાં ધોવાયો હતો. તે વખતે મારા ખેતર સુધીનું ધોવાણ થવા છતાં ખેડૂતો અને ગ્રામજનોને રસ્તો મળે તે હેતુથી રસ્તો આપ્યો હતો. તંત્રએ સંરક્ષણ દીવાલ બનાવી આપવાનું વચન આપ્યું હતું જે ન થતાં આજે ફરી 7 વર્ષે જમીન ધોવાઈ છે. તંત્ર સંરક્ષણ દીવાલ બનાવા માં નિષ્ફળ ગઈ છે ત્યારે હવે માર્ગ ધોવાય તો હું એક ઈંચ પણ જમીન મારા ખેતર માંથી માર્ગ માટે આપવાનો નથી. - કયુમન કેલાવાલા, ખેડૂત, બોરભાઠા ગામ.

Download Our B K News Today App



Related News