થરાદના રામપુરાથી સેરાઉ રોડ પર બાવળની ઘટાદાર ઝાડીના સામ્રાજ્યથી અકસ્માતની ભિતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-15 12:44:03
  • Views : 828
  • Modified Date : 2021-10-15 12:44:03

થરાદ તાલુકાના રામપુરાથી સેરાઉ રોડ પર બાવળની ઘટાદાર ઝાડીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે.જેના કારણે અકસ્માતની ભિતી સેવાઇ રહી છે.તો આ બાબતે તંત્ર દ્વારા તપાસ કરી નડતર રૂપ ઝાડીનું કટીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

 

થરાદ તાલુકાના રામપુરા ત્રણ રસ્તાથી સેરાઉ રોડ પર બાવળની ઘટાદાર ઝાડીના સામ્રાજ્યને કારણે આ માર્ગ પર આવેલા 15 થી 20 ગામના લોકોને વાહન લઇને ચાલવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્રો છે.આ માર્ગ ઉપર બાવળની ઝાડી ઘટાદાર હોવાના કારણે બે વાહનો સામ-સામે આવી જાય તો બાવળની જાડી વાહનોની બારીમાંથી વાહનોમાં બેઠેલા મુસાફરો ઘાયલ થાય તેમજ ઘટાદાર ઝાડીના કારણે અકસ્માતની ભિતી પણ રહે છે.આ બાબતે ગ્રામજનો દ્વારા પણ અવાર નવાર તંત્રને રજુઆત કરવામાં આવી છે.પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરી કોઇ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.જેથી વાહન ચાલકો પારાવાર મુસ્કેલી વેઠી રહ્યા છે.તો તંત્ર દ્વારા રામપુરા ત્રણ રસ્તા થી સેરાઉ રોડ પર બાવળની ઘટાદાર ઝાડીના સામ્રાજ્યથી વાહન ચાલકો અને ગ્રામજનોને જડપથી છુટકાર અપાવે તેવી ગ્રામજનોની માંગ છે.તેમ છતા જો આ પ્રશ્નનો ઉકેલ નહી આવે તો ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવશે તેવુ ગ્રામજનો જણાવી રહ્યા છે.રામપુરા ત્રણ રસ્તાથી સેરાઉં ગામ સુધીના 25 કી.મી. રોડ ઉપર ગાંડા બાવળની ઘટાદાર ઝા ડી ના લીધે આ રસ્તા ઉપર વારંવાર નાના મોટા અકસ્માત થતા રહે છે. જેથી તંત્ર દ્વારા રોડ ઉપરની આ ઝાડી ત્વરિત પણે દૂર કરવામાં આવે તે ઈચ્છનીય છે. નહિ તો ના છૂટકે અમારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવી પડશે.

Download Our B K News Today App



Related News