ડીસાના રાજમંદિર નજીક ગટરના ગંદા પાણીથી અકસ્માતનો ભય, ગંદા પાણીના તાત્કાલિક નિકાલ માટે વાહનચાલકોની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-27 11:38:04
  • Views : 249
  • Modified Date : 2022-04-27 11:38:04

ડીસાના રાજમંદિર નજીક ગટરના ગંદા પાણીથી અકસ્માતનો ભય, ગંદા પાણીના તાત્કાલિક નિકાલ માટે વાહનચાલકોની માંગ

 

 

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આવેલ વોર્ડ નંબર 3 વિસ્તારમાં ગંદકી ના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે ત્યારે રાજ મન્દિર નજીક આવેલ રોડ પર ગટરના ગંદા પાણીનો નિકાલ ન થતાં હાલ ગંદુ પાણીના રોડ પર ભરાઈ રહેવાના કારણે દિનપ્રતિદિન અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે  ભરાઇ રહેતાં ગંદા પાણીના કારણે તીવ્ર વાશ મારી છે તેના લીધે આજુ આજુમાં આવેલ દુકાન દારો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે..

 

એક તરફ ડીસા શહેરનો વિકાસ દિવસેને દિવસે પતિ રહ્યો છે તો બીજી તરફ દિવસેને દિવસે સ્થાનિક લોકો અને વાહનચાલકો હજુ પણ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા શહેરના રાજ મંદિર વિસ્તાર પાસે થોડા દિવસ અગાઉ પાઇપ લાઈનનું ખોદકામ ચાલી રહ્યું હતું તે સમયે અચાનક ગટરની પાઇપ લાઈન તૂટી જતા ગટરનું ગંદુ પાણી હાઈવે પર કહેવા લાગ્યું હતું આ વાતને આજે અનેક દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી આ પાણીના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે અહીં નીકળતા ગંદાપાણીના કારણે વાહનચાલકો વારંવાર પરેશાન થઈ રહ્યા છે આ બાબતે સ્થાનિક લોકો અનેકોવાર પાલિકા તંત્ર તેમજ હાઇવે ઓથોરિટી માં રજુઆત કરવા છતાં  કોઈ નિરાકરણ ના આવતાં આ  ગંદા પાણીના કારણે રોગ ચાલો ફેલાવાની સ્થાનિક દુકાન દારોમાં ભીતિ સેવાઈ રહી છે.ત્યારે આ રોડ પર ભરાઈ ને રહેતા પાણી ન કારણે અનેકો વાહન ચાલકો ને પાણી ન લીધે રોડ પર પડેલા ભુવા નો ખ્યાલ ન રહેતો હોઇ તંત્રના પાપે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી છે. ત્યારે નઘરોળ તંત્રના પાપે કોઇ નિર્દોષ જીવ ગુમાવશે તો જવાબદારી કોની ત્યારે સત્વરે પાલિકા તંત્ર અને હાઇવે ઓથોરિટી આ ગટરના ગંદા પાણીનો નિકાલ તેમજ સત્વરે ગટર માંથી રેલાતા પાણીને નાળામાં નિકાલ કરી સ્થાનિકો ને પડતી તકલીફોનું નિરાકરણ લાવે તેવી લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે

Download Our B K News Today App



Related News