ડીસાના ઇન્દીરાનગર વિસ્તારમાં ભુર્ગભ ગટરના ઉભરાતા ગટરના ગંદા પાણીને લઈને રોગચાળો ફેલાવી સેવાઈ રહી છે ભીતિ....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-22 11:33:55
  • Views : 222
  • Modified Date : 2022-06-22 11:33:55

 

ચોમાસાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ વિસ્તારમાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.


ડીસાના વોર્ડનબર એકમાં આવેલ ઇન્દીરાનગર વિસ્તારમાં કેટલાત સમયથી ભુર્ગભ ગટર નાંખવામાં આવી છે ત્યારે આ ચાલી રહેલા કામ દ્વારા કોન્ટ્રાકટર અણઆવડતના પગલે હાલ સ્થાનિક લોકો ગંદા પાણીમાં ચાલવા મજબુર બનાયા છે ત્યારે આ સમસ્યા ને લઈને સ્થાનિક સદસ્યો સહિત પ્રમુખ અનવ ચીફ ઓફિસર રજુઆત કરતાં આજે ઇન્દીરાનગર ખાતે  ડીસા નગરપાલિકાના એન્જીનીયર જાદવ તેમજ તેમની ટીમે આવેલ ત્રણ ગળીમાં સ્થળ નિરીક્ષણ કર્યું હતું જેના પગલે સ્થાનિકો નવા ઝડપી સમસ્યા હલ થાય તેવી આશા બંધાઈ છે ત્યારે આ વિસ્તારમાં ભર ઉનાળે ચોમાસા જેવા માહોલ વચ્ચે ઘરના મુખ્ય દરવાજા આગળ ગટરનું ગંદુ પાણી ભરાઈને પડ્યું રહેતા લોકોમાં કોલેરો તેમજ પાણીજન્ય રોગચાળો ફેલાવાની દહેશત ફેલાઈ છે ત્યારે આજે આવેલ પાલિકાની ટીમે નિરીક્ષણ કર્યા બાદ જણાવાયું હતું કે હાલમાં ચોમાસાને ધ્યાને રાખીને ગટર સફાઈ કરવામાં આવશે જ્યારે ચોમાસા બાદ રાજ્ય સરકારની ભુર્ગભ ગટરમાં આવેલ ગ્રાન્ટમાંથી જૂની તમામ ત્રણ ગલીઓની લાઈનો ખોદીને નવીન ભુર્ગભ ગટર બનાવી આપશે અને તે બાદ આ સમસ્યા માંથી સ્થાનિકોને કાયમી સમસ્યા હલ થશે તેવું જણાવ્યું હતું જ્યારે હાલ તો આ ઘર આગળ ગંદુ પાણી રોડ પર રેલાયા ના કારણે બાળકો સહિત લોકો ચાલવા મજબૂર બનાયા છે ત્યારે ચોમાસા આ વિસ્તાર ની કેવી દૂર દર્શા થશે તે જોવું રહ્યું..

Download Our B K News Today App



Related News