ડીસા તાલુકાના રાણપુર આથમણાવાસ વિસ્તારમાંથી અજગર દેખાતા લોકોમાં ભય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-16 13:40:40
  • Views : 316
  • Modified Date : 2021-12-16 13:40:40

 

ડીસા તાલુકાના રાણપુર આથમણાવાસ વિસ્તારમાંથી અજગર દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આજકાલ આપડા શહેર અને ગામડાઓ માં ખોરાખ અને જગ્યાઓ ના અભાવ ના કારણે વન્યજીવો શહેરો અને ગામડાઓ મા ઘરો નજીક આવી પહોંચે છે,

જ્યાં બનાસકાંઠા માં કાર્યરત એવી સદભાવના ફાઉન્ડેશન અવારનવાર વન્યજીવો જેમકે, સાપ, અજગર, મગર, વાંદરા, નીલગાય, વેઝુ(ઇન્ડિયન સિવેટ), મોર જેવા વન્યજીવો ને પોતાના જીવ ના જોખમે રાતદિવસ ચોવીસ કલાક રેસ્ક્યુ ની કામગીરી કરીને તેમને પોતાના અનુકૂળ એવા જંગલ વિસ્તાર માં મુક્ત કરવાનું કામ ઘણા સમય થી કરી રહી છે.ત્યારે આજે ડીસા તાલુકા ના આથમણાવાસ રાણપુર ગામ મા જોઈતાભાઈ દેસાઈ ના ખેતર માં અચાનક અજગર આવી પહોંચતા તેઓએ વન સંશોધન કેન્દ્ર રાણપુર ડીસા ખાતે RFO સાહેબ રાજેશભાઇ ચૌધરી ને જાણ કરી હતી, અને એમના ખેતર માં અજગર આવી પહોંચતા RFO સાહેબશ્રી એ સદભાવના ફાઉન્ડેશન ના જિલ્લા પ્રમુખ મોક્ષ માળી અને ટ્રસ્ટી પ્રકાશ સાંખલા નો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ મોક્ષ માળી, પ્રકાશ સાંખલા અને ત્યાં ના RFO સાહેબશ્રી રાજેશભાઇ ચૌધરી ઘટના સ્થળે જઈને 6થી7 કિલો વજન અને 7 ફૂટ લાંબા અજગર ને સહીસલામત રેસ્ક્યુ કર્યો હતો. અજગર ઝડપાઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જે વાત અજગરને જંગલી વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News