અમદાવાદમાં વધી રહેલ કોરોનાના કેસને કારણે લોકોમાં ભય, બે વિસ્તારમાં 110 લોકોનો ટેસ્ટ કરાયો જેમાં 12 પોઝિટિવ આવ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-13 16:21:31
  • Views : 250
  • Modified Date : 2021-03-13 16:21:31

    અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે. એક સમયે કોરોનાનું હોટસ્પોટ ગણાતા અમદાવાદમાં સંક્રમણ વધી રહ્યું છે. તેની સાથે લોકો એ પણ હવે સાવચેત રહેવું પડશે કારણ કે કોરોનાના કારણે અગાઉ ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. સાથે લોકડાઉનના કારણે તમામ ઘંઘા રોજગાર પર માઠી અસર પડી છે. શહેરમાં કોર્પોરેશન દ્વાર તૈયાર કરાયેલા કોરોના ટેસ્ટિંગ સેન્ટર સવારથી જ લોકોએ ટેસ્ટ કરાવવા માટે લાઇન લગાવી હતી.

    અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ કોરોના ટેસ્ટિંગ સેન્ટરમાં 50 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેમાં 2 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સાથે અંકુર ચાર રસ્તા પર આવેલા ટેસ્ટિંગ સેન્ટર પર પણ 60 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 10 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે શહેરમાં તમામ ટેસ્ટિંગ સેન્ટર પર લોકો આજે મોટી સંખ્યામાં ટેસ્ટ કરાવવા માટે આવી પહોંચ્યા હતા.છેલ્લા ઘણા સમયથી કેટલાક લોકોએ માસ્ક પહેરવાનું પણ ટાળી દીધુ છે.જેથી કોરોના કેસ વધવાની શકયતા સેવાઇ રહી છે સાથે રાજકીય મેળાવળા અને અમદાવાદ રમાય રહેલી મેચમાં પણ લોકો માસ્ક વગર મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે જેથી આ તમામ લોકોના લીધે તમામ અમદાવાદીઓ ને હેરાન થવાનો વારો આવી શકે છે.

    લોકો કોરોનાનું ભાન ભૂલીને તમામ નિયમો નેવે મૂકી રહ્યા છે. લોકો વિકેન્ડ પર પણ રાત્રે ખાણી પીણી બજારમાં પણ મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. તમામ એ કોરોનાને હરાવવો હશે તો તમામ નિયમો ધ્યાનમાં રાખવા પડશે. કેટલાક લોકોને એવો પણ ભ્રમ છે કે હવે વેક્સિન આવી ગઈ છે તો ડરવાની જરૂર નથી.પરંતુ તમામ ડોક્ટર અને નિષ્ણાતો લોકોને એજ સમજવાની રહ્યા છે કે કોરોના હજી પણ છે કોરોના સામે વેક્સિન સાથે માસ્ક પણ એટલું જ રક્ષણ પૂરું પાડે છે એટલે કોઈએ ઢીલાશ ન દાખવવી જોઈએ.

    મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 45 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે. ત્યારે 4 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે. જેમાં જોધપુરના 2 મકાનના 11 લોકો, ઘાટલોડિયાના 52 મકાનોના 200 લોકો અને બોડકદેવમાં 12 ઘરોના 50 લોકોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે શહેરના 4 વિસ્તારોમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી 44 ઘરોના 171 લોકોને દૂર કરાયા છે. નવા માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (13 માર્ચ)થી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.


Download Our B K News Today App



Related News