નવસારીના મોલધરા ગામમાં દીપડાના આતંકથી લોકોમાં ભય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-06 16:24:50
  • Views : 121
  • Modified Date : 2023-08-06 16:24:50

રાજ્યમાં છેલ્લા કેટલા સમયથી દિપડાનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યાં નવસારીના મોલધરા ગામમાં દીપડાના આતંકથી લોકોમાં ભય જોવા મળ્યો છે. દીપડાએ ગામમાં પશુઓનો શિકાર કરતા લોકોમાં ભયનો માહોલ વધ્યો છે. પશુઓને બચાવવા લોકોએ રાત્રે ઉજાગરા કર્યા છે. લોકોએ રાત્રે લાકડીઓ સાથે ગામમાં પહેરો ભરવો પડે છે.તો આ અગાઉ અમરેલીની શેત્રુંજી નદીમાં 1 સિંહણ અને 2 સિંહ બાળ નદીના પ્રવાહમાં તણાયા હતા. જેમાં ગારીયાધારના ઠાસા અને રાણીગામ બોર્ડર નજીક પુરમાં સિંહ પરિવાર તણાયો હતો. તેમજ પુર પહેલા સિંહોનું સ્થળાંતર ન કરવાને કારણે ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું હતુ. જેમાં સિંહણ અને એક સિંહ બાળ પાણીમાંથી બહાર નીકળવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News