છોટા હાથી ટેમ્પામાં CNG ગેસનો બાટલો ફાટતાં પિતા પુત્ર નું મોત

  • Published By :
  • Published Date : 2022-09-19 16:43:00
  • Views : 428
  • Modified Date : 2022-09-19 16:47:58

સીએનજી છોટા હાથીમાં અચાનક વિસ્ફોટ થતાં છોટા હાથીમાં સવાર બન્ને પિતા-પુત્રના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના નવાગામ નજીક છોટા હાથી ટેમ્પોમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં પિતા-પુત્રનું ભડથું થયાના અહેવાલ મળ્યા છે. મળતી માહિતી અનુસાર છોટા હાથીમાં વિસ્ફોટ થતા પિતા-પુત્રના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો અને નજરે જોનારા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. બનાવને પગલે લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી. સાયલા તાલુકાના નવાગામ નજીક એકાએક છોટા હાથી ટેમ્પામાં CNG ગેસનો બાટલો ફાટ્યો હતો. આ ઘટનામાં વીછીયાના ચીરોડા ગામના લાલજી ખોરાણી નામના વ્યક્તિ અને તેમનો પુત્ર અમિત આગમાં બળીને ભડથું થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ફરતો થયો છે વિડીયો અનુસાર બ્લાસ્ટ થતાની સાથે જ આગની જ્વાળાઓ ઉઠી હતી. બનાવની જાણ થતાં સાયલા પોલીસ અને મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો. બીજી બાજુ સ્થાનિક લોકોના ટોળેટોળા પણ ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. પોલસે મૃતક પિતા-પુત્ર મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડીને ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News