ભાવનગરના કુંભારવાડામાં 500ની નકલી નોટ આપવા બાબતે મહિલા પર જીવલેણ હુમલો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-04 14:56:29
  • Views : 155
  • Modified Date : 2023-07-04 14:56:29

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં 500ની નકલી નોટ આપવા બાબતે એક મહિલા પર જીવલેણ હુમલો થતા હડકંપ મચ્યો છે. જો ઘટનાની વાત કરીએ તો 15 દિવસ પહેલા 500ની નકલી નોટ આપવાની દાઝ રાખીને ત્રણ શખ્સોએ મહિલા પર જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યુ છે. આ સાથે ત્રણ શખ્સોએ મહિલાને ઝેરી દવા પીવડાવી મારવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ થઇ રહ્યો છે.મહિલાની તબિયત લથડતા તેને સારવાર માટે તાત્કાલિક ધોરણે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. તો આ અગાઉ અમદાવાદમાંથી 25 લાખની નકલી નોટો ઝડપાઈ હતી. અમદાવાદ શહેરના ઝોન 2 ડીસીપી સ્કોર્ડ નકલી નોટ સાથે 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News