સરહદી સુઈગામ તાલુકાના નેસડા(ગોલપ) ગામના દલિત યુવક ઉપર માથાભારે ઇસમો દ્વારા જીવલેણ હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-27 11:09:44
  • Views : 9556
  • Modified Date : 2021-07-27 11:09:44

     બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઇગામ તાલુકાના નેસડા ગામની અંદર 7 જેટલા માથાભારે લોકો દ્વારા દલિત ખેડૂત પરમાર બળદેવભાઈ અમરાતભાઈ રાઠોડ પર જમીનની અંગત અદાવત રાખી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં નેસડા ગામના ખેડૂત બળદેવભાઈને આ માથાભારે ઇસમો દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે માર મારતા બળદેવભાઈ પોતાના ખેતરમાં જ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયા હતા આ મારામારીની જાણ આજુબાજુમાં રહેતા લોકોને તેઓ પણ તાત્કાલિક ધોરણે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં પડેલા ખેડૂતને સારવાર અર્થે તાત્કાલિક ધોરણે વાવ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં તેમની હાલત વધુ ગંભીર હોવાના કારણે વધુ સારવાર માટે થરાદમાં લઈ જવાયો હતો.જ્યાં સારવાર આપ્યા બાદ ખેડૂતને પાલનપુર રિફર કરી સારવાર હેઠળ મોકલવામાં આવ્યો હતો.

     થોડા દિવસ અગાઉ જ ભોગ બનનાર ખેડૂતના કાકા ગોવિંદભાઈ વિહાજી રાઠોડ દ્વારા સુઈગામ પોલીસ સ્ટેશનમાં રાત્રીના સમયે પોતાના માલિકીના ખેતરની વાડ ગામના  માથાભારે ઈશમોએ  સળગાવેલ તે બાબતની લેખિતમાં  અરજી આપીને જાણ કરવામાં આવી હતી તેમ છતાં સુઈગામ પોલીસ સ્ટેશનના જવાબદાર પીએસઆઇ દ્વારા ગંભીરતા દાખવવામાં ન આવતા બીજા દિવસે જ ખેડૂત પર સવારમાં જીવલેણ હુમલો કરી ખેડૂતના માથાના ભાગે તેમજ હાથ-પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તેને સારવાર અર્થે પાલનપુર ખાતે મોકલેલ છે આ બાબતે પરિવાર દ્વારા

     જોકે વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી અને તેમની ટીમ દ્વારા 2019 ની સાલમાં ગામના જ માથાભારે તત્વો પાસેથી જમીનનો કબજો છૂટો કરાવી ને તેમને સોંપવામાં આવ્યો હતો. જેની અદાવત રાખીને જીવલેણ હુમલો કરાયો છે જોકે આ બાબતની સુઈગામ પોલીસ સ્ટેશનને  લેખિતમાં અરજી આપીને જાણ કરવામાં આવી હતી.તેમ છતાં સુઈગામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ ધોર બેદરકારી દાખવી હોવાથી આ હુમલો થયો છે તેવા દલિત યુવાનના કુટુંબીજનોએ આક્ષેપ કર્યા છે.

   સુઇગામ તાલુકાના નેસડા ગામે ખેડૂત પર થયેલા જીવલેણ હુમલા બાદ સુઈગામ પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર કોઈ જ કાર્યવાહી કરવામાં ન હતા ગામના ખેડૂતો દ્વારા અને દલિત સમાજ ના નેતા જીગ્નેશ મેવાણી દ્વારા આ બાબતે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ હતી જેથી બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ફરજ પર બેદરકારી દાખવવા બદલે સુઈગામના પી.એસ.આઇ હિતેશ વાઢેરને સસ્પેન્ડ કરાયા હતા. પોલીસ સામે કડક કાર્યવાહી થી તાત્કાલિક ધોરણે ગોવિંદભાઈની ફરિયાદના આધારે પોલીસે હાલ તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે ફરિયાદ નથી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News