ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ આવલ ગામ પાસે એક પોલીસકર્મી પર જીવલેણ હુમલો : ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-28 14:03:37
  • Views : 387
  • Modified Date : 2021-05-28 14:03:37

     ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ આવલ ગામ પાસે એક પોલીસકર્મી પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે બનાવને પગલે ઇજાગ્રસ્ત થયેલ પોલીસ કર્મીને સારવાર માટે પાલનપુર ની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જ્યારે જીવલેણ હુમલો કરનાર ચાર શખ્સો સામે ગુનો નોંધી અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

     અમીરગઢ તાલુકાના આવલ ગામે રહેતા ગોવિંદસિંહ ડાભી ડીસા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે જેઓ ગઇકાલે મોડી સાંજે તેમના પિતરાઈ ભાઈઓ સહિત ત્રણ લોકો સ્વિફ્ટ કાર લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તે સમયે આવલઘુમટી પાસે રસ્તામાં આવતી બનાસ નદી ના પટમાં ચાર શખ્સો રોડ વચ્ચોવચ બાઈક લઈને ઉભા હતા ગોવિંદસિંહે રસ્તા વચ્ચે ઉભેલા બાઇક ચાલકોને સાઈડમાં ખસી જવા નું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી જોકે તે સમયે સામાન્ય બોલાચાલી બાદ મામલો થાળે પડતા ગોવિંદસિંહ ડાભી ગાડી લઈને પોતાના ગામમાં પહોંચ્યા જ્યાં આ ચારેય શખ્સોએ તેમની ગાડી ને આંતરી ને ઊભી રાખી હતી અને ગોવિંદસિંહ ડાભી ગાડીમાંથી બહાર ઉતરતા જ ચારેય શખ્સોએ ધારીયા અને લોખંડ ની પાઇપ જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો જીવલેણ હુમલો કરતાં ગોવિંદસિંહ ડાભી ને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી બનાવને પગલે તેમના સગાસંબંધીઓ ઘટનાસ્થળે દોડી આવતા હુમલાખોર શખ્સો ત્યાંથી નાસી ગયા હતા જ્યારે ઇજાગ્રસ્ત ગોવિંદસિંહ ને સારવાર અર્થે પાલનપુર ની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જે અંગે અમીરગઢ પોલીસે હુમલો કરનાર ચારેય શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

હુમલાખોર શખ્સો ના નામ .....

 

1.....ખુમસિંહ હજૂરસિંહ ડાભી

2.....મહેશ્વરસિંહ રંગતસિંહ ડાભી

3.....મહાવીરસિંહ વાદળસિંહ ડાભી

4....વિનોદસિંહ કંચુસિંહ ડાભી

 

Download Our B K News Today App



Related News