રાજકોટ-ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ગાડી ફંગોળાતાં સરકારી અધિકારીનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-06-06 12:35:16
  • Views : 154
  • Modified Date : 2025-06-06 12:35:16

રાજકોટ-ભાવનગર હાઇવે પરથી અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જ્યાં ગુરૂવારે (5 જૂન) માર્ગ અને મકાન વિભાગના અધિકારીને અકસ્માત નડ્યો હતો. અધિકારીની ગાડી 40 ફૂટ ઊંચા પૂલથી ખાબકતા કારમાં બેઠલા અધિકારી અને ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. 

મળતી માહિતી મુજબ, ગુરૂવારે (5 જૂન) રાજકોટ-ભાવનગર રોડ પર મહીકા નજીક માર્ગ અને મકાન વિભાગની કાર 40 ફૂટ ઊંચેથી પૂલ નીચે ખાબકતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અધિકારી તેમજ ડ્રાઇવર બંનેના મોત નિપજ્યા છે. અધિકારી ભાવનગર વિઝિટ માટે ગયા હતાં ત્યાંથી પરત ફરતા આ અકસ્માત સર્જાયો હતો

ગાડી પરથી કાબૂ ગુમાવતો થયો અકસ્માત

પ્રાથમિક માહિતી મુજબ, માર્ગ અને મકાન વિભાગના ટેક્નિકલ અધિકારી ગુરૂવારે ભાવનગરથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ડ્રાઇવરે પુલ ઉપર અચાનકથી ગાડી પરનો કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ ગાડી પુલ પરથી નીચે પડી જવાથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આખી રાત બંનેના મૃતદેહ ગાડીમાં જ પડ્યા હતા. બાદમાં વહેલી સવારે ત્યાં આસપાસના લોકોને આ વિશે જાણ થતા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

હાલ બંને વ્યક્તિના મૃતદેહને રાજકોટની હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી  તપાસ હાથ ધરી છે. 

Download Our B K News Today App



Related News