કોરોનામાં પાંચ રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ રાજ્યમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લદાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-08 11:10:21
  • Views : 431
  • Modified Date : 2020-11-08 11:10:21

ગુજરાતમાં ફટાકડા મુદ્દે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કોરોના કહેરમાં પાંચ રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકાયા બાદ ગુજરાતમાં દિવાળી ટાણે ફટાકડા ફોડી શકાશે કે નહીં, તે એક મોટો પ્રશ્ન બન્યો હતો. હાલ ગાંધીનગરથી ગુજરાતમાં ફટાકડા મુદ્દે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાના અહેવાલ મળ્યા છે.
સુપ્રીમ કોર્ટના આદેશનું
પાલન કરવા સરકાર તરફથી સૂચના પણ આપવામાં આવી છે. સરકારે પોતાના જાહેરનામામાં ફટાકડાને વિદેશથી આયાત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ૧૪૪ હેઠળ આદેશ બહાર પાડવા સૂચના
પણ આપી દેવામાં આવી છે. ફટાકડાની ગેરકાયદે આયાત, સંગ્રહ, વેચાણ સામે રોક લગાવી છે. કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધાત્મક આદેશ લગાવવામાં આવ્યો છે.
દિવાળી જ નહીં, અન્ય તહેવારો તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા સંબંધમાં જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રાજ્ય સરકારે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે જ વિદેશી ફટાકડાની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્યના તમામ જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરને પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડવા જણાવાયું છે. ફટાકડાના ગેરકાયદેસર વેચાણ સંગ્રહખોરી સામે પગલા લેવા અને કાર્યવાહી કરવા જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડોક્ટરોના મતે ફટાકડાનો ધુમાડો માત્ર કોરોનાના દર્દીઓ માટે જ નહીં, કોરોનાથી સાજા થયેલા લોકોને પણ  પ્રદુષણથી ખતરો રહી શકે છે.

Download Our B K News Today App



Related News