સિદ્ધપુરમાં રાજસ્થાની યુવાને ફાંસો ખાઇ કરી આત્મહત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-18 10:32:46
  • Views : 496
  • Modified Date : 2019-07-18 10:32:46

સિધ્ધપુરના જીઈબી હાઈવે સામે આવેલ રબારીવાસમાં રહેતા રાજસ્થાની યુવાને કોઈ અગમ્ય કારણોસર ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી.
આ અંગેની હકીકત એવી છે કે રાજસ્થાનના સિકર ગામના વતની મુકેશકુમાર રામેશ્વર મીઠાર વાલ (જાટ )તેમજ તેમની સાથે બજરંગીલાલ જવારજી પટેલ (જાટ) અને પ્રભુભાઈ જાટ નામના ત્રણ યુવક અહીં ત્રણ માસ પહેલા ભાડે મકાન રાખી ટાઈલ્સ ફિટિંગનું કામ કરી જીવન નિર્વાહ ચલાવતા હતા. બુધવારે સવારે ત્રણ પૈકી બજરંગ લાલ અને પ્રભુદાસ સવારે કામ અર્થે બસુ મુકામે ગયા હતા. જ્યારે મુકેશકુમારને પેટમાં દુઃખતું હોય ઘરે રોકાયો હતો. જ્યારે સાંજના ૬ કલાકના સુમારે કામ અર્થે ગયેલા બંન્ને યુવકો ઘરે આવતા મકાનના આગળના ભાગે ખાટલો ઊંધો મૂકી રસી વડે ફાંસો ખાધેલી હાલતમાં મુકેશકુમાર રામેશ્વર મીઠાર વાલ (જાટ) ઉં. ૨૮ રહે. સીકર, રાજસ્થાન વાળા મૃત હાલતમાં મળી આવતા બંને યુવકોએ તાત્કાલિક તેમના શેઠને જાણ કરતા તેઓએ આવીને સિધ્ધપુર પોલીસ મથકે જાણ કરી હતી. સિદ્ધપુર પોલીસે આ અંગે સ્થળ સ્થિતિની તપાસ બાદ અકસ્માતનો ગુનો નોંધી વધુ
તપાસ હાથ ધરી છે. જોકે આ યુવાનના મોત અંગેનું રહસ્ય અકબંધ હોવાથી પોલીસ તપાસ બાદ જાણી શકાશે.

Download Our B K News Today App



Related News