સિધ્ધપુર પસવાદળની પોળે નદી વિસ્તારમાંથી યુવક યુવતિની ફાંસો ખાધેલી હાલતમાં લાશો મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-26 11:14:17
  • Views : 1588
  • Modified Date : 2019-06-26 11:14:17

સિધ્ધપુરમાં પસવાદળની પોળે આવેલ સિકોતર માતાના મંદિરની સામે નદીના પટમાં કટારીયા વિસ્તારમાં મંગળવારે ઘેટા બકરા ચરાવનાર ભાઈએ બાવળના ઝાડ ઉપર યુવક અને યુવતિની વીજળીના જાડા તારથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ જોતા તેણે આજુબાજુ વાળાઓને જાણકારી આપતા ત્યારબાદ પોલીસને જાણ કરતા સિધ્ધપુર પી.એસ.આઈ. જોષી તેમના સ્ટાફ સાથે આવીને લાશનું પંચનામું કરી યુવકના ખિસ્સા તપાસતા એક મોબાઈલ નંબર લખેલી
કાપલી અને આધારકાર્ડ મળી આવ્યું હતું. જેથી
પોલીસે મોબાઇલ નંબરના આધારે મૃતક યુવકના પિતાનો સંપર્ક કરી ઘટનાસ્થળે બોલાવી લાશની ઓળખ કરાવતા તેમણે તેમના દીકરાને ઓળખી બતાવ્યો હતો. પરંતુ છોકરી કોણ છે તે અંગે પોતે કશું જાણતા નથી તેવું જણાવ્યું હતું. યુવકનું નામ પરમાર હિતેશકુમાર ઉંમર વર્ષ ૨૨ ગામ લુખાસણ હોવાનુ જણાયું હતું અને યુવક અને યુવતિ સોમવાર સાંજથી ઘરેથી ગાયબ થયા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે લાશને જોતા યુવક લાલ ટીશર્ટ અને કાળુ પેન્ટ તેમજ યુવતિએ લાલ ટીશર્ટ અને કાળો પાયજામો પહેરેલો હતો. યુવતિના સેથામાં કંકુ પુરેલુ હતું અને યુવતિના ગળામાં મંગલસૂત્ર જેવી માળા પહેરેલી હોય આ યુગલે સવારે મનોમન લગ્ન કરી બાવળની ઝાડીઓમાં આવી ગળેફાંસો ખાઈને જાડા તારથી આ દુનિયાને અલવિદા કરી હોય તેવું લાગતું હતું. આ યુગલે કયા કારણો સર આત્મહત્યા કરી તેની વધુ તપાસ સિધ્ધપુર પોલીસ સબ ઇન્સ્પેકટર એચ. બી. જોષી ચલાવતા  લાશોનુ પંચનામું કરી લાશોને સિધ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપી યુવતીની જાણકારી મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News