બળાત્કારના આરોપીને ફાંસીની સજા માટે આવેદનપત્ર અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-17 10:38:42
  • Views : 258
  • Modified Date : 2021-03-17 10:38:42

થરાદ તાલુકા ઠાકોર સમાજના આગેવાન પ્રધાનજી  ઠાકોરના અધ્યક્ષ સ્થાને ઠાકોર સમાજ દ્વારા થરાદ પ્રાંત વિ.શી બોડાણાને આવેદનપત્ર આપ્યું હતું. અને માંગણી કરી હતી કે, લાખણી તાલુકાના ખેરોલો ગામે ૧૩ માસની બાળકી પર બળાત્કાર ગુજારનાર આરોપીને મૃત્યુદંડ ફાંસીની સજા થાય એવી અમારી માંગ સાથે થરાદ નાયબ કલેકટરના માધ્યમથી ગુજરાત સરકાર અને ભારત સરકારને રજૂઆત કરી હતી. અને ૧૩ માસની બળાત્કાર ગુજાર્યો છે. જેમાં આરોપીને વહેલી તકે ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી.  આવા કેસો ફાસ્ટ કોર્ટમાં કેસો ચાલે અને આરોપીને તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવી તેવી ઠાકોર સમાજે માંગણી કરી હતી. જેમાં  ઠાકોર સમાજના આગેવાન પ્રધાનજી ઠાકોર, વિરચંદજી ઠાકોર, ખોડાજી ઠાકોર, લક્ષ્મીબેન  ઠાકોર, ભમરાજી વાધેલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News