ઉપલેટાના લાઠ ગામના ખેતરો બેટમાં ફેરવાયા, ખેડૂતો ચિંતિત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-10 15:46:14
  • Views : 114
  • Modified Date : 2023-07-10 15:46:14

ઉપલેટા તાલુકાના લાઠ ગામના ખેતરોમાં ગઈકાલે પડેલા વરસાદને કારણે ઘૂંટણસમા પાણી ભરાયા છે. જેના કારણે કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકો પાણીમાં ગરકાવ થયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવી શકે છે. આ ઉપરાંત અનેક ખેતરોમાં ધોવાણ પણ થયું છે. તો ગામના અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ઉપલેટા વિસ્તારમાં ગઈકાલે પડેલા ધોધમાર વરસાદના કારણે લાઠ ગામની નદી અને ચેકડેમોમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. આ ઉપરાંત ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા પંથકમાં ધોધમાર વરસાદને પગલે ભાદર 2, મોજ ડેમ, વેણુ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જેના લીધે નદી નાળાઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. જેના લીધે નદીના પુરના પાણી ખેતરોમાં ઘૂસ્યા હતા.

Download Our B K News Today App



Related News