હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો સર્જાતા ખેડૂતો ચિંતીત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-02 11:57:37
  • Views : 262
  • Modified Date : 2021-12-02 11:57:37

ભરશિયાળે હવામાન વિભાગે કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વહેલી સવારથી આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતા ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં ખેડૂતો મોટા પ્રમાણમાં બટાટા  વાવેતરની શરૂઆત કરી હતી ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ થયો હતો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા અને વાવેતર પણ લેટ થયું હતું અને ખેડૂતોએ વાવેતર કર્યાબાદ ફરી હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ થવાની આગાહી કરવી છે અને આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો સર્જાતા ખેડૂતો ફરી ચિંતામાં મૂકાયા છે અને જો વરસાદ થાય તો બટાકા ના પાક માં અલગ-અલગ પ્રકારના રોગ આવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે તેમજ બટાટાના પાકમાં નુકસાન થવાની શક્યતા પણ સેવાઈ રહી છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ અચાનક વાતાવરણમાં સર્જાયેલા પલટાને લઈને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક એવા ડોક્ટર યોગેશભાઈ પવારે  જણાવ્યું હતું કે જો વાતવરણ  પલટો સર્જાય તેમજ જો વરસાદ આવે તો  પાક માં સુ કાળજી રાખવી તે બાબતે વધુ વિગત આપી હતી.


Download Our B K News Today App



Related News