બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત : ત્રણેય જળાશયોનાં તળિયા દેખાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-01 13:16:39
  • Views : 364
  • Modified Date : 2021-07-01 13:16:39

      સામાન્ય રીતે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સમયમાં ખેડૂતો ચોમાસુ ખેતીની તૈયારીઓમાં લાગી જાય છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ચોમાસામાં મગફળી અને દિવેલા, ઘાસચારા સહિત કઠોળ પાકોનું વાવેતર મુખ્યત્વે થાય છે વખતે પણ શરૂઆત માં વરસાદે ધમાકેદાર એન્ટ્રી  થતાં ખેડૂતોએ સારા વરસાદ થવાની આશાએ ખેડૂતોએ વાવેતર કરવાની તૈયારીઓ કરી દીધી હતી પરંતુ તે બાદ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચતા ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે. ગત વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદ ના કારણે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પાણી વગર ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે ત્યારે વર્ષે પણ વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ફરી એકવાર ચિંતા મુકાઈ છે.

     બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ કોરોનાવાયરસ ની મહામારી અને ગત વર્ષે પડેલા નહિવત વરસાદ ના કારણે પાણી વગર ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે વર્ષે પણ ચોમાસાની શરૂઆત થતાની સાથે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ તબક્કામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી જેથી ખેડૂતો માં વરસાદ આવતાની સાથે ફરી એકવાર વાવેતર કરવાની આશા જાગી હતી.પરંતુ ત્યારબાદ  ૧૦ દિવસ સુધી વરસાદ થતા જગતનો તાત હવે ચિંતિત બન્યો છે. વાવેતર કરવાની શરૂઆત સાથે વરસાદ આવતા ખેડૂતોએ વાવેતર  કરવાનું બંધ રાખ્યું છે.જો વરસાદ વગર વાવેતર કર્યા પછી અઠવાડિયાદસ દિવસ સુધી છોડને ફૂલ આવે તે સ્થિતિમાં જો વરસાદ થાય તો ચોક્કસ પાકને મોટું નુકસાન થઈ શકે છે જેમાં હાલ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં શરૂઆતથી અંદર સારો વરસાદ થતાં ખેડૂતોએ મોટાભાગે મગફળીનું વાવેતર કરી દીધું છે પરંતુ હવે વરસાદ જેવું વાતાવરણ બને છે પરંતુ મેઘરાજા મહેરબાન થતા નથી જેથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે , ગત વર્ષે પણ બનાસકાંઠા માં દુષ્કાળ ની પરિસ્થિતિ સર્જાઈ હતી જેથી ખેડૂતો દેવાના ડુંગર તળે દબાઈ ગયા હતા ત્યાં વર્ષે ફરીથી વાવેતર કર્યા બાદ મેઘરાજા મો ફેરવી લેતા જગતનો તાત ભગવાન ભરોસે બેઠો છે.

     બનાસકાંઠા જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ગત વર્ષે દાંતીવાડા ડેમમાં સારા એમાં પાણીની આવક થઇ હતી જેના કારણે શિયાળો અને ઉનાળામાં બનાસકાંઠા જિલ્લા અને પાટણ જિલ્લામાં નહેર મારફતે દાંતીવાડા યોજનામાંથી ખેડૂતોને વાવેતર કરવા માટે પાણી આપવામાં આવ્યું હતું જે બાદ બનાસકાંઠા જિલ્લાના ત્રણેય જળાશયોમાં હાલ પાણી ખૂટી ગયા છે જેમાં સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ માં તો પીવાલાયક પણ પાણી નથી જેથી હાલ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ આધારીત આજુબાજુના મોટાભાગના ગામોમાં જળસંકટ ઊભું થયું છે અંગે ખેડૂતો જણાવી રહ્યા છે.કે બનાસકાંઠા જિલ્લામાં ત્રણ જીવાદોરી ગણાતા જળાશયો છે.તેમાં પણ પાણી નથી તો સરકાર ત્રણ જળાશયો માં પાણી છોડે અને નદી ઓને સંજીવન કરવામાં આવે તો આગામી સમય માં બનાસકાંઠા જિલ્લામાં પાણી ની તંગી  સર્જાય.

     બનાસકાંઠા જિલ્લો આમ તો વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા જિલ્લો છે મોટાભાગના તાલુકાઓ વરસાદના આધારે ખેતી કરતા હોય છે બીજી તરફ જિલ્લામાં આવેલા જીવાદોરી સમાન જળાશયોમાં પણ વર્ષે વરસાદની આશાએ પાણી ભરાશે તેવી ખેડૂતો રાહ જોઈને બેઠા છે પરંતુ વર્ષે પણ વાવેતરના સમયે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો હવે ફરી એકવાર ચિંતામાં મુકાયા છે અને વરસાદ ક્યારે વર્ષે તેની રાહ જોઈને બેઠા છે. ત્યારે વર્ષે પણ જો બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદ થશે તો ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં પાણીની મોટી સમસ્યા સર્જાય તેવી દહેશત જોવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News