ખેડૂત આંદોલન : ચંડીગઢમાં 7 કિલોમીટર સુધી ઘૂસ્યા પંજાબ-હરિયાણાના હજારો ખેડૂતો, બેરિકેડ્સ તોડતાં પોલીસે વોટર કેનનનો મારો કર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-26 17:18:27
  • Views : 345
  • Modified Date : 2021-06-26 17:18:27

    મહિનાઓથી દિલ્હીની બોર્ડરને ઘેરીને બેઠેલા ખેડૂતોએ શનિવારે આંદોલન વેગવંતું બનાવવાના પ્રયાસો કર્યા હતા. સમગ્ર પંજાબથી હજારો ખેડૂતો મોહાલીના રસ્તે ચંડીગઢ પહોંચ્યા તો હરિયાણાના ખેડૂતોએ પંચકૂલાના રસ્તેથી ચંડીગઢમાં પ્રવેશ કર્યો. એ બાદ આંદોલનની શરૂઆત થઈ. આંદોલન કરતા ખેડૂતો ચંડીગઢના લગભગ 6થી 7 કિલોમીટર અંદર ઘૂસી ગયા, જોકે રાજભવનની પાસે પોલીસે તેમને રોકી દીધા.

    ખેડૂતોએ ગવર્નરના નામનું મેમોરેન્ડમ ડીસીને આપ્યું અને ત્યાંથી પરત ફરી ગયા. ખેડૂતોના સંયુક્ત મોરચાએ કહ્યું હતું કે તેમની કૂચ શાંતિપૂર્ણ રહેશે, પરંતુ અનેક જગ્યાએ ખેડૂતોએ બેરિકેડ્સ તોડ્યાં. ત્યારે આ ખેડૂતોને રોકવા પોલીસે તેમના પર વોટર કેનનનો મારો કર્યો. આ દરમિયાન પ્રદર્શન કરી રહેલા કેટલાક ખેડૂતો ઘાયલ પણ થયા હતા.ખેડૂતોએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદાને પાસ કરી દીધા છે. એને હટાવવા માટે વડાપ્રધાન અને મંત્રીઓને છેલ્લા 7 મહિનાથી વધુ સમયથી કહેવામાં આવે છે, પરંતુ કોઈ વાત સાંભળતું જ નથી. ખેડૂતોએ કહ્યું હતું કે સરકારે ઝડપથી આ ત્રણેય કાયદાઓને રદ કરવા જોઈએ, નહીંતર આ પ્રકારનાં જ પ્રદર્શનો યથાવત્ રહેશે.ચંડીગઢથી શિમલા જતા લોકો પંચકૂલા જવાને બદલે સિસવાં રોડથી નયાગાંવ, નાલાગઢ અને ત્યાંથી શિમલા તરફ જઈ શકે છે. શિમલાથી દિલ્હી આવતા લોકો નાલાગઢથી નયાગાંવ થઈને ચંડીગઢથી દિલ્હી તરફ આવી શકે છે. યમુનાનગરથી પંચકૂલા તરફ જતા લોકો બરવાલાથી ડેરાબસ્સી, જીરકપુર થઈને ચંડીગઢ તરફ જઈ શકે છે.

    મુલ્લાંપુર બેરિયર, જીરકપુર બેરિયર, સેક્ટર 5-9 ટર્ન, સેક્ટર 7-8 ટર્ન, સેક્ટર-7 પીઆરબી કટ, ગોલ્ફ ટર્ન, ગુરસાગર સાહિબ ટર્ન, મોલીજાગરાં બ્રિજ, હાઉસિંગ બોર્ડ બ્રિજની પાસે, કિશનગઢ ટર્ન અને મટોર બેરિયર.

Download Our B K News Today App



Related News