ગુજરાતમાં વીજકાપને લઇ ખેડૂતો પરેશાન: ભારતીય કિસાન સંઘના આગેવાનોએ ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-26 11:38:43
  • Views : 185
  • Modified Date : 2022-03-26 11:38:43

ગુજરાતમાં વીજકાપને લઇ ખેડૂતો પરેશાન: ભારતીય કિસાન સંઘના આગેવાનોએ ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું.

સમગ્ર ગુજરાતમાં વીજકાપને લઇ ખેડૂતો પરેશાન થઇ ઊઠ્યા છે ત્યારે આજે બનાસકાંઠાના ડીસા ખાતે ભારતીય કિસાન સંઘના આગેવાનો ઉગ્ર બની સરકાર સામે વિરોધ નોંધાવી ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી..

 

સમગ્ર ગુજરાતમાં વીજ કાપ મામલે ખેડૂતો પરેશાન થઇ ઊઠ્યા છે સરકાર દ્વારા આઠ કલાક વીજળી આપવા ના બદલે ચાર કલાક વીજળી મળી રહી છે તેમજ અપૂરતી વીજળી મળવાના કારણે ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠયા છે તો બીજી તરફ દિવસેને દિવસે પાણીના તળ પણ ઊંડા જઈ રહ્યા છે અને સરકાર દ્વારા અપાતી વીજળી આપવાના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દરેક તાલુકા મથકે ભારતીય કિસાન સંઘ દ્વારા અલગ-અલગ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના ડીસા ખાતે પણ ભારતીય કિસાન સંઘ અને ખેડૂતો મોટી સંખ્યામાં બીજા નાયબ કલેકટર કચેરી આગળ ભેગા થયા હતા વીજળી મળવાના કારણે ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી પરેશાન થઇ ઊઠ્યા છે જેને લઇને કિસાન સંઘના આગેવાનો તેમજ ખેડૂતોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને આગામી સમયમાં ખેડૂતોને પૂરતી વીજળી નહીં આપવામાં આવે તો ખેડૂતો ધરણા પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી..

 

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અપૂરતી વીજળી ને લઈને સમગ્ર તાલુકા મથકે સરકાર વિરુદ્ધ અલગ અલગ કાર્યક્રમો યોજી રહ્યા છે. દિયોદર વખાં ખાતે પણ ખેડૂતો કેટલા કેટલાક દિવસો થી ધરણા યોજી રહ્યા છે ત્યારે ડીસા ખાતે પણ આજરોજ ભારતીય કિસાન સંઘ સહિત ડીસાના આજુબાજુના ખેડૂતો ડીસા નાયબ કલેકટર કચેરી ખાતે એકઠા થયા હતા. અને સરકાર સામે સૂત્રોચાર કરી પૂરતી વીજળી મળી રહે તેવી માંગ કરી હતી અને જો ખેડૂતોની માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ધરણા પર ઉતરશે તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી તેમજ ખેડૂતો વીજ બિલ પણ નહીં કરે ટીવી ખેડૂતોએ ઉગ્ર માંગ કરી હતી હવે જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા ખેડૂતોને પૂરતી વીજળી આપે છે કે કેમ એ તો આવનારો સમય બતાવશે..

Download Our B K News Today App



Related News