ગાઝીપુરથી નીકળેલા ખેડૂતો ઈન્ડિયા ગેટથી 4 કિમી દૂર, પાંડવનગરમાં પોલીસ સાથે ઝપાઝપી; તલવારો નીકળી-ટિયર ગેસ છોડાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-26 12:22:13
  • Views : 257
  • Modified Date : 2021-01-26 12:22:13

    નવા કૃષિ કાયદા વિરુદ્ધ વિરોધપ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ દિલ્હીની 3 બોર્ડરથી ટ્રેક્ટર રેલી શરૂ કરી છે. ખેડૂતો દિલ્હી અને ટીકરી બોર્ડર પર જાતે જ બેરિકેડ્સ તોડવાની શરૂઆત કરી દીધી છે. ગાઝીપુર બોર્ડરથી નીકળેલા ખેડૂતોને પોલીસે નોઈડા પોઈન્ટ પર રોકી લીધા હતા, ત્યાં તેમના પર ટીઅર ગેસ છોડવામાં આવ્યો હતો.પોલીસનો દાવો છે કે ખેડૂતોએ પાંડવનગર પોલીસ જથ્થા પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે એવો પણ દાવો કર્યો છે કે નિહંગોએ તલવારથી પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.

    ગાઝીપુરથી નીકળેલા ખેડૂતો ઈન્ડિયા ગેટથી 4 કિમી દૂર.ગાઝીપુર બોર્ડરથી નીકળેલા ખેડૂતો અને પોલીસ આમને-સામને થઈ ગયા હતા. ખેડૂતોએ ટીઅર ગેસના ગોળા ઉપાડીને પોલીસ તરફ ફેંક્યા હતા.સિંધુ બોર્ડરથી સતત ટ્રેક્ટરો નીકળી રહ્યા છે. અત્યારસુધી ખેડૂતો દિલ્હી પોલીસે આપેલા રૂટ પર છે. તેઓ આગળ એક ટી પોઈન્ટ પર રોકાઈ ગયા છે. માનવામાં આવે છે કે તેમનો રિંગ રોડથી એન્ટ્રી કરવાનો પ્લાન છે, તેથી ટી પોઈન્ટથી આગળ વધવાને બદલે ટ્રેક્ટરો વધવાની રાહ જોઈ રહ્યા છે, જેથી એકસાથે દિલ્હી પહોંચી શકે.સિંધુ બોર્ડરથી નીકળેલી ટ્રેક્ટર પરેડની આગળ ઘોડા પર નિહંગ ફોજ ચાલી રહી છે. સિંધુ અને ટીકરી બોર્ડરથી ખેડૂતોનો જથ્થો પગપાળા ચાલી રહ્યો છે.

    રસ્તામાં લોકો ટ્રેક્ટર પરેડનું સ્વાગત કરી રહ્યા છે. સ્વરૂપનગરમાં લોકોએ ખેડૂતો પર ફૂલ વરસાવ્યાં હતાં. આ જગ્યા સિંધુ બોર્ડરથી 14 કિમી દૂર છે. નાંગલોઈમાં લોકો ઢોલ વગાડતા અને નાચતા દેખાયા હતા.ગાઝીપુર બોર્ડર બેરિકેડ્સ તોડીને નીકળેલા ખેડૂતોને થોડા અંતરે જ પોલીસે રોકી દીધા હતા. પોલીસે ખેડૂતોને અપીલ કરી હતી કે શાંતિ વ્યવસ્થા જાળવી રાખવામાં મદદ કરે. પોલીસનું કહેવું છે કે જ્યાં સુધી પાછળના ટ્રેક્ટર ન આવી જાય ત્યાં સુધી ખેડૂતો એક પોઈન્ટ પર રોકાઈ જાય. આ વિશે ખેડૂતો અને પોલીસ વચ્ચે થોડી ખેંચતાણ પણ થઈ હતી.ગાઝીપુર બોર્ડર પર સવારે 4 વાગ્યાથી ખેડૂતો માટે જમવાનું બની રહ્યું છે. અહીં મોટા ભાગના ખેડૂતો પશ્ચિમ યુપીથી આવ્યા છે. અહીં 10થી 15 હજાર ટ્રેક્ટરો પહોંચ્યાં છે. રૂટ વિશે ખેડૂતોમાં મૂંઝવણની સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ ભાકિયુના પ્રવક્તા ધર્મેન્દ્ર મલિકે કહ્યું હતું કે ગણતંત્ર દિવસના કાર્યક્રમ પછી પોલીસે આપેલા રૂટ પર જ પરેડ કરશે.ટીકરી બોર્ડર પર યુવાઓનું ગ્રુપ સ્ટેજની પાસે ઊભા છે. હાલ બધું શાંતિથી ચાલી રહ્યું છે. પોલીસે અત્યારસુધીમાં બેરિકેડ્સ હટાવ્યાં નથી.

    ટ્રેક્ટર રેલી શરૂ થઈ એ પહેલાં સિંધુ બોર્ડર પર 35-40 કિમી સુધી ટ્રેક્ટરોની લાઈન લાગી ગઈ છે. ખેડૂતોએ જાતે જ બેરિકેડ્સ હટાવવાની શરૂઆત કરી દીધી હતી. પોલીસે જે ટ્રકો ઊભી રાખી હતી એને ખેડૂતો તેમના ટ્રેક્ટરથી ધક્કા મારીને ખસેડી દીધી હતી.પોલીસે ખેડૂતોનો માત્ર 5 હજાર ટ્રેક્ટર્સ સાથે રેલી કાઢવાની મંજૂરી આપી છે, પરંતુ માત્ર સિંધુ બોર્ડર પર જ 20 હજારથી વધારે ટ્રેક્ટરો પહોંચી ગયાં છે. ખેડૂતોએ દાવો કર્યો છે કે સિંધુ, ટીકરી અને ગાઝીપુર પર અંદાજે એક લાખ ટ્રેક્ટર પહોંચશે.ગણતંત્ર દિવસની પરેડ સવારે 9.30 વાગે શરૂ થઈ ગઈ હતી. પહેલી પરેડ 8.2 કિમી લાંબી છે, જે વિજય ચોકથી લાલ કિલ્લા સુધી જાય છે. આ વખતે એ 3.3 કિમી લાંબી છે અને વિજય ચોકથી નેશનલ સ્ટેડિયમ સુધી જ જશે. એ પૂરી થશે. ખેડૂતો બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ટ્રેક્ટર રેલી કાઢશે.

    દિલ્હીમાં થનારી ટ્રેક્ટર પરેડમાં સામેલ થવા ખેડૂતો શાહજહાંપુર ખેડા બોર્ડરથી સવારે દિલ્હી તરફ આગળ વધવા લાગ્યા છે. જોકે હરિયાણા પોલીસે ખેડૂતોને દિલ્હીથી અંદાજે 50 કિમી પહેલાં સુધી માનેસર સુધી જ જવાની મંજૂરી આપી છે. ખેડૂતો ટ્રોલી વગર 1500 ટ્રેક્ટર લઈ જઈ શકશે. એક ટ્રેક્ટર પર માત્ર 3 લોકો જ બેસી શકશે. શાહજહાં પુરથી માનેસરનું અંતર 65 કિમી છે.

    શાહજહાંપુર-ખેડા બોર્ડર પર રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને મહારાષ્ટ્રથી અંદાજે 8 હજારથી વધારે ખેડૂતો ભેગા થયા છે. અહીં મોડી રાત સુધી ખેડૂતો આવતા હતા. હરિયાણા પોલીસે માનેસરમાં સરકારી કોલજની સામેથી પસાર થઈને જવા કહ્યું છે.



Download Our B K News Today App



Related News