આઝાદ ભારતના લાલ કિલ્લા પર ખેડૂતોની ચડાઈ, પોલીસે લાઠીચાર્જ કરી બહાર કાઢ્યા; રાજ્યમાં ઈન્ટરનેટ બંધ કરાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-26 15:40:26
  • Views : 353
  • Modified Date : 2021-01-26 15:40:26

    દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર માર્ચથી વાતાવરણ તંગ થઈ ગયું છે. ખેડૂતો બેરિકેડ તોડીને લાલ કિલ્લા પર પહોંચી ગયા છે અને ત્યાં તેમણે ખાલસા પંથનો ઝંડો લહેરાવ્યો છે. ખેડૂતોનું એક ગ્રૂપ ઈન્ડિયા ગેટ તરફ આગળ વધ્યું છે. લાલ કિલ્લા પર ચડાઈ કરેલા ખેડૂતોને પોલીસે સમજાવટથી નીચે ઉતાર્યા છે. બીજી બાજુ ITO પાસે ટ્રેક્ટર પલટી થવાના કારણે એક ખેડૂતનું મોત થયું છે.રાજ્યમાં રાત્રે 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ બંધ કરાયું.નાંગલોઈમાં ખેડૂતોને રોકવા માટે પોલીસ રસ્તા પર બેસી ગઈ. તેમાં મહિલા પોલીસકર્મી પણ સામેલ છે. પોલીસે લાઠીચાર્જ પણ કર્યો.ગાઝીપુર બોર્ડરથી નીકળેલા કાફલાના કારણે ITO પર ચક્કાજામ થઈ ગયો હતો. અહીં પ્રદર્શનકારીઓએ વાહનો પર પથ્થરમારા પણ કર્યા હતા. સિંધુથી નીકળેલા ખેડૂતોએ પણ ઘણી જગ્યા પથ્થરમારો કર્યો હતો.મુકરબા ચોક પાસે ખેડૂતો જ્યારે પોલીસે આપેલો રુટ તોડીને ISBT તરફ આગળ વધવા લાગ્યા તો પોલીસે ટિયર ગેસ છોડીને તેમને રોકવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ખેડૂતો બેરિકેડ્સ તોડીને આગળ વધ્યા હતા. ખેડૂતોએ પોલીસની ગાડી સહિત DTCની ઘણી બસોના પણ કાચ તોડી નાખ્યા.


    ખેડૂતોએ દાવો કર્યો હતો કે તેઓ શાંતિપૂર્ણ પ્રદર્શન કરશે, પરંતુ જ્યારે તેમણે સમય પહેલાં રેલી કાઢી અને પોલીસે તેમને રોક્યા તેઓ ભડકી ગયા હતા. ખેડૂતોએ પોલીસના બેરિકેડ પણ તોડી નાખ્યા હતા. ત્યારપછી પોલીસે જે રૂટ આપ્યો હતો તે પણ ખેડૂતોએ ફોલો કર્યો નહીં. ખેડૂતોનો એક જથ્થો લાલ કિલ્લા પર પહોંચી ગયા છે. જ્યારે એક જથ્થો ઈન્ડિયા ગેટ પર આગળ વધી રહ્યો છે.બીજી બાજુ ITO પાસે પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો અને ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં ઘણાં પોલીસકર્મી ઘાયલ થયા હતા. પ્રદર્શનકારીઓએ એક પોલીસને ઘેરીને તેમની સાથે ઝપાઝપી પણ કરી હતી. હોબાળાને ધ્યાનમાં રાખીને ITO મેટ્રો સ્ટેશનનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે.

    ખેડૂતો દિલ્હી અને ટીકરી બોર્ડર પર જાતે જ બેરિકેડ્સ તોડી દીધા હતા. ગાઝીપુર બોર્ડરથી નીકળેલા ખેડૂતોને પોલીસે નોઈડા પોઈન્ટ પર રોકી લીધા હતા, ત્યાં તેમના પર ટીઅર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. પોલીસનો દાવો છે કે ખેડૂતોએ પાંડવનગર પોલીસ જથ્થા પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે એવો પણ દાવો કર્યો છે કે નિહંગોએ તલવારથી પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.

    દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડ પૂરી થઈ ગઈ છે, થોડીવારમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી ઈન્ડિયા ગેટ પહોંચશે.ગાઝીપુરથી નીકળેલા ખેડૂતો ઈન્ડિયા ગેટથી 4 કિમી દૂર.ગાઝીપુર બોર્ડરથી નીકળેલા ખેડૂતો અને પોલીસ આમને-સામને થઈ ગયા હતા. ખેડૂતોએ ટીઅર ગેસના સેલ ઉપાડીને પોલીસ તરફ ફેંક્યા હતા.સિંધુ બોર્ડરથી સતત ટ્રેક્ટરો નીકળી રહ્યાં છે. અત્યારસુધી ખેડૂતો દિલ્હી પોલીસે આપેલા રૂટ પર છે. તેઓ આગળ એક ટી પોઈન્ટ પર રોકાઈ ગયા છે. માનવામાં આવે છે કે તેમનો રિંગ રોડથી એન્ટ્રી કરવાનો પ્લાન છે, તેથી ટી પોઈન્ટથી આગળ વધવાને બદલે ટ્રેક્ટરો વધવાની રાહ જોઈ રહ્યાં છે, જેથી એકસાથે દિલ્હી પહોંચી શકે.સિંધુ બોર્ડરથી નીકળેલી ટ્રેક્ટર પરેડની આગળ ઘોડા પર નિહંગ ફોજ ચાલી રહી છે. સિંધુ અને ટીકરી બોર્ડરથી ખેડૂતોનો જથ્થો પગપાળા ચાલી રહ્યો છે.રસ્તામાં લોકો ટ્રેક્ટર પરેડનું સ્વાગત કરી રહ્યા છે. સ્વરૂપનગરમાં લોકોએ ખેડૂતો પર ફૂલ વરસાવ્યાં હતાં. આ જગ્યા સિંધુ બોર્ડરથી 14 કિમી દૂર છે. નાંગલોઈમાં લોકો ઢોલ વગાડતા અને નાચતા દેખાયા હતા.

  •     ગાઝીપુર બોર્ડર બેરિકેડ્સ તોડીને નીકળેલા ખેડૂતોને થોડા અંતરે જ પોલીસે રોકી દીધા હતા. પોલીસે ખેડૂતોને અપીલ કરી હતી કે શાંતિ વ્યવસ્થા જાળવી રાખવામાં મદદ કરે. પોલીસનું કહેવું છે કે જ્યાં સુધી પાછળના ટ્રેક્ટર ન આવી જાય ત્યાં સુધી ખેડૂતો એક પોઈન્ટ પર રોકાઈ જાય. આ વિશે ખેડૂતો અને પોલીસ વચ્ચે થોડી ખેંચતાણ પણ થઈ હતી.ગાઝીપુર બોર્ડર પર સવારે 4 વાગ્યાથી ખેડૂતો માટે જમવાનું બની રહ્યું છે. અહીં મોટા ભાગના ખેડૂતો પશ્ચિમ યુપીથી આવ્યા છે. અહીં 10થી 15 હજાર ટ્રેક્ટરો પહોંચ્યાં છે. રૂટ વિશે ખેડૂતોમાં મૂંઝવણની સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ ભાકિયુના પ્રવક્તા ધર્મેન્દ્ર મલિકે કહ્યું હતું કે ગણતંત્ર દિવસના કાર્યક્રમ પછી પોલીસે આપેલા રૂટ પર જ પરેડ કરશે.ટીકરી બોર્ડર પર યુવાઓનું ગ્રુપ સ્ટેજની પાસે ઊભું છે. હાલ બધું શાંતિથી ચાલી રહ્યું છે. પોલીસે અત્યારસુધીમાં બેરિકેડ્સ હટાવ્યાં નથી.



Download Our B K News Today App



Related News