ગાઝીપુર બોર્ડરથી નીકળેલા ટ્રેક્ટરોને પોલીસે રોક્યા, ખેડૂતો પર ટિયર ગેસ છોડાયા; દિલ્હીના લોકો ફુલ વરસાવી સ્વાગત કર્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-26 11:32:10
  • Views : 240
  • Modified Date : 2021-01-26 11:32:10

    નવા કૃષિ કાયદા વિરુદ્ધ વિરોધપ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ દિલ્હીની 3 બોર્ડરથી ટ્રેક્ટર રેલી શરૂ કરી છે. ખેડૂતો દિલ્હી અને ટીકરી બોર્ડર પર જાતે જ બેરિકેડ તોડવાની શરૂઆત કરી દીધી છે. પોલીસે પ્રજાસત્તાક દિવસની પરેડ પત્યા પછી 12 વાગ્યાથી ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી આપી હતી પરંતુ ખેડૂતોએ સમય પહેલાં જ ટ્રેક્ટર રેલીની શરૂઆત કરી દીધી હતી.

    સિંધુ બોર્ડરથી સતત ટ્રેક્ટરો નીકળી રહ્યા છે. અત્યાર સુઘી ખેડૂતો દિલ્હી પોલીસે આપેલા રુટ પર છે. તેઓ આગળ એક ટી પોઈન્ટ પર રોકાઈ ગયા છે. માનવામા આવે છે કે, તેમનો રિંગ રોડથી એન્ટ્રી કરવાનો પ્લાન છે. તેથી ટી પોઈન્ટથી આગળ વધવાના બદલે ટ્રેક્ટરો વધવાની રાહ જોઈ રહ્યા છે. જેથી એક સાથે દિલ્હી પહોંચી શકે.ગાઝીપુર બોર્ડર બેરિકેડ તોડીને નીકળેલા ખેડૂતોને થોડા અંતરે જ પોલીસે રોકી દીધા હતા. પોલીસે ખેડૂતોને અપીલ કરી હતી કે શાંતિ વ્યવસ્થા જાળવી રાખવામાં મદદ કરે. પોલીસનું કહેવું છે કે, જ્યાં સુધી પાછળના ટ્રેક્ટર ન આવી જાય ત્યાં સુઝી ખેડૂતો એક પોઈન્ટ પર રોકાઈ જાય. આ વિશે ખેડૂતો અને પોલીસ વચ્ચે થોડી ખેંચતાણ પણ થઈ હતી.ગાઝીપુર બોર્ડર પર સવારે 4 વાગ્યાથી ખેડૂતો માટે જમવાનું બની રહ્યું છે. અહીં મોટા ભાગના ખેડૂતો પશ્ચિમ યુપીથી આવ્યા છે. અહીં 10થી 15 હજાર ટ્રેક્ટરો પહોંચેલાં છે. રૂટ વિશે ખેડૂતોમાં મૂંઝવણની સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ ભાકિયુના પ્રવક્તા ધર્મેન્દ્ર મલિકે કહ્યું હતું કે ગણતંત્ર દિવસના કાર્યક્રમ પછી પોલીસે આપેલા રૂટ પર જ પરેડ કરશે.

    ટીકરી બોર્ડર પર યુવાઓનું ગ્રુપ સ્ટેજની પાસે ઊભા છે. હાલ બધું શાંતિથી ચાલી રહ્યું છે. પોલીસે અત્યારસુધીમાં બેરિકેડ્સ હટાવ્યાં નથી.ટ્રેક્ટર રેલી શરૂ થઈ એ પહેલાં સિંધુ બોર્ડર પર 35-40 કિમી સુધી ટ્રેક્ટરોની લાઈન લાગી ગઈ છે. ખેડૂતોએ જાતે જ બેરિકેડ્સ હટાવવાની શરૂઆત કરી દીધી હતી. પોલીસે જે ટ્રકો ઊભી રાખી હતી એને ખેડૂતો તેમના ટ્રેક્ટરથી ધક્કા મારીને ખસેડી દીધી હતી.પોલીસે ખેડૂતોનો માત્ર 5 હજાર ટ્રેક્ટર્સ સાથે રેલી કાઢવાની મંજૂરી આપી છે, પરંતું માત્ર સિંધુ બોર્ડર પર જ 20 હજારથી વધારે ટ્રેક્ટરો પહોંચી ગયાં છે. ખેડૂતોએ દાવો કર્યો છે કે સિંધુ, ટીકરી અને ગાઝીપુર પર અંદાજે એક લાખ ટ્રેક્ટર પહોંચશે.ગણતંત્ર દિવસની પરેડ સવારે 9.30 વાગે શરૂ થવાની છે. પહેલી પરેડ 8.2 કિમી લાંબી હોય છે, જે વિજય ચોકથી લાલ કિલ્લા સુધી જાય છે. આ વખતે એ 3.3 કિમી લાંબી હશે અને વિજય ચોકથી નેશનલ સ્ટેડિયમ સુધી જ જશે. એ પૂરી થશે પછી ખેડૂતોને ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી આપવામાં આવી છે. ખેડૂતો બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ટ્રેક્ટર રેલી કાઢશે.

    દિલ્હીમાં થનારી ટ્રેક્ટર પરેડમાં સામેલ થવા ખેડૂતો શાહજહાંપુર ખેડા બોર્ડરથી સવારે દિલ્હી તરફ આગળ વધવા લાગ્યા છે. જોકે હરિયાણા પોલીસે ખેડૂતોને દિલ્હીથી અંદાજે 50 કિમી પહેલાં સુધી માનેસર સુધી જ જવાની મંજૂરી આપી છે. ખેડૂતો ટ્રોલી વગર 1500 ટ્રેક્ટર લઈ જઈ શકશે. એક ટ્રેક્ટર પર માત્ર 3 લોકો જ બેસી શકશે. શાહજહાં પુરથી માનેસરનું અંતર 65 કિમી છે.શાહજહાંપુર-ખેડા બોર્ડર પર રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને મહારાષ્ટ્રથી અંદાજે 8 હજારથી વધારે ખેડૂતો ભેગા થયા છે. અહીં મોડી રાત સુધી ખેડૂતો આવતા હતા. હરિયાણા પોલીસે માનેસરમાં સરકારી કોલજની સામેથી પસાર થઈને જવા કહ્યું છે. અહીં સરકારી કોલેજમાં ધ્વજ ફરકાવવામાં આવશે. ખેડૂતોને આ કાર્યક્રમમાં સામેલ થઈને પરત ફરવાનું રહેશે.

    મોડી રાત સુધી સતત ટ્રેક્ટર સિંધુ બોર્ડર પર પહોંચી રહ્યા હતા. અહીં ટ્રેક્ટરોની 35થી 40 કિમી સુધીની લાંબી લાઈન લાગી ગઈ છે. સિંધુ બોર્ડર પર મોડી રાતથી જ નારેબાજી થવા લાગી હતી. યુવા કિસાન 'ટ્રેક્ટર દે નાલ ટ્રોલી જાઉ' અને 'રેલી કરેંગે રિંગ રોડ પર' જેવા નારા લગાવી રહ્યા હતા.
યુવા ખેડૂતોની નારેબાજી એટલી વધી ગઈ હતી કે ખેડૂત નેતા લક્ખા સડાનાએ સ્ટેજ પરથી કહેવું પડ્યું હતું કે, તમે ઈચ્છો છો તે જ થશે. જોકે સરકાર સાથે વાતચીતમાં સામેલ ખેડૂત નેતાઓનું કહેવું છે કે, પરેડ પોલીસે જે રુટ આપ્યો છે તે જ રુટ પર જ કાઢવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થા સિંધુ બોર્ડર પર રાત્રે પોલીસ ફોર્સ ઓછી જોવા મળી હતી, પરંતુ સવારે સુરક્ષા વ્યવસ્થા વધી ગઈ હતી.ટીકરી બોર્ડર પર 60 હજાર ટ્રેક્ટર પહોંચવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ટ્રેક્ટરો સિવાય અહીં ખેડૂતો અહીં મોટી સંખ્યામાં ટુ વ્હિલર લઈને પહોંચ્યા છે. રેલીમાં ટુ-વ્હિલર વાહનોને મંજૂરી આપવામાં આવશે કે નહીં તે વિશે હજી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

    ગાઝીપુર બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા ખૂબ કડક રાખવામાં આવી છે. આ સીમામાં આવતા મોટાભાગના ટ્રેક્ટર પશ્ચિમ ઉત્તર પ્રદેશથી આવ્યા છે. અહીં 15 હજાર ટ્રેક્ટર પહોંચવાની શક્યતા છે.સુરક્ષા વ્યવસ્થા યુપી અને દિલ્હી બંને બાજુ પોલીસની સાથે RAF તહેનાત કરવામાં આવી છે.



Download Our B K News Today App



Related News