ગુજરાત સરકાર દ્વારા આજે મુક્તેશ્વર ડેમ માં પાણી નાખવા માટેની યોજના ને લઈ ખેડૂતો આ યોજના ને અગાઉ મંજૂર થયેલી યોજના ગણાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-23 11:45:31
  • Views : 249
  • Modified Date : 2022-06-23 11:45:31

 

ખેડૂતોની માંગ છે કે કરમાવાદ તળાવ માં પાણી ભરવા માટે અલગથી યોજના બનાવી ખેડૂતોની માગ પૂરી કરવામાં આવે

ગુજરાત સરકાર દ્વારા આજે મુક્તેશ્વર ડેમ માં પાણી નાખવા માટેની પાઇપલાઇન  માટેની જાહેરાત કરી હતી આ યોજનામાં મુક્તેશ્વર ડેમ માં પાણી નાખવામાં આવશે જોકે ખેડૂતોનું કહેવું છે કે આ યોજના અગાઉ મંજૂર થયેલી હતી અને આ યોજનાથી ખેડૂતોને કોઈ મોટો ફાયદો થઈ શકે તેમ નથી. ત્યારે ખેડૂતોની માંગ છે કે કરમાવાદ તળાવ માં પાણી ભરવા માટે અલગથી યોજના બનાવી ખેડૂતોની માગ પૂરી કરવામાં આવે નહીતો ખેડૂતો નું જલ આંદોલન આગામી સમયમાં વધુ ઉગ્ર બનશે

મલાણા તળાવ ની માંગણી એવી હતી કે ધનપુરા ડેમમા થી પાઇપ લાઈન નું પાણી નાખવામાં આવે : માવજીભાઈ પટેલે

કિસાન સંઘ નેતા માવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારે પ્રાર્થમ જે જાહેરાત કરી છે એ માટે સરકાર ને અભિનંદન આપવા જોઈએ પરંતુ છેલ્લા ઘણા વર્ષો થી જે ખેડૂતોની માંગણી છે અને જે આવખતે આંદોલનો થયાં અને રેલીયો થઇ એ માંગણી ની દીસા મા સરકારે હજુ સુધી નિર્યણ લીધો નથી કારણ કે મલાણા તળાવ ની માંગણી એવી હતી કે ધનપુરા ડેમમા થી પાઇપ લાઈન નું પાણી નાખવામાં આવે એ માંગણી બાબતે હજુ સુધી કોઈ જાહેરાત થઈ નથી હજુ સુધી કરમવાદ માટે આટલી મોટી રેલી થઈ મુક્તેશ્વર અને કરમવાદ સાથે ભરવાની યોજના બનાવા મા આવે એના માટે કરમવાદ ભરવા માટે કોઈ જાહેરાત કરી નથી એટલે જે જૂની યોજના ઓ સરકારે જે સિદ્ધાંત મા મુકેલી એ યોજનાઓ ને વહીવટ મંજૂરી આપી છે પરંતુ ખેડૂતોની માંગણી છે એ માંગણી કરમવાદ અને મલાણા તળાવ ની છે એ યોગ્ય જગ્યાએ થી માંગણી નક્કર કામગીરી સાથે સરકાર ને રજુઆત કરી છે ક્યાથી પાણી આવી શકે કેવી રીતે આવી શકે એ પણ ગાઈડ લાઈન આપી છે એટલે એ ગાઈડ લાઈન પ્રમાણે કે માંગણી કરશે તો આ આંદોલન ને અમે સમેટી લેશુ નહીંતર જ્યાર સુધી આ ગાઈડ લાઈન પ્રમાણે અમને પાણી નહિ મળે ત્યાર સુધી આ આંદોલન વિવિધ પ્રમાણે આવનાર સમય મા આના થી પણ મોટા આંદોલન કરવાનાં પડશે તો અમે કટ્ટી બદ્ધ છીએ

2017 મા નીતિનભાઈ પટેલ વિધાનસભા ના ગૃહની અંદર મુક્તેશ્વર પાઇપ લાઈન યોજના એ વખતે મંજુર કરેલી : ખેડૂત રમેશભાઈ પટેલ

જોકે આ અંગે ખેડૂત રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે 2017 મા માનનીય નીતિનભાઈ પટેલ સિંચાઈ મંત્રી હતા એમને વિધાનસભા ના ગૃહની અંદર મુક્તેશ્વર પાઇપ લાઈન યોજના મંજૂરી એ વખતે કરેલી ગયા વર્ષના બજેટ મા સરકારે 19 કરોડ રૂપિયા નું ટોકન પણ મંજુર કરેલું અને દિવસે જે સરકારે યોજના ઓ જાહેરાત કારે છે એ બધી જૂની યોજના એ ગયા વર્ષે બધી મંજુર કરેલી છે અમારી માંગણી કરમવાદ ની અંદર પાણી નાખવાની છે જે અત્યારે શકારે મંજુર કરેલ  નથી અમે સરકાર ને જાણવા માંગીએ છે કે સરકાર કરમાવદ મા પણ પાણી નાખવાના ની જાહેરાત કારે ભલે એમના જોડે બજેટ ની જોગવાઈ ના હોઈ એ આવતા બજેટ મા એની જોગવાઈ કારે પરંતુ એની સિદ્ધાંતિક મંજૂરી અમને આપે અને અમારા બંને પ્રસ્નો નું એક સાથે નિરાકરણ કરે એવી અમારા 125 ગામના ખેડૂતોની માંગણી છે જ્યાં સુધી કરમવાદ અને મુક્તેશ્વર મા બંને મા પાણી ની મંજૂરી નહિ મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે

 

Download Our B K News Today App



Related News