બનાસકાંઠામાં વીજળીના પ્રશ્નને લઈ ખેડૂતો ફરી મેદાનમાં ઉતર્યા : પોલીસે કરી ખેડૂતોની અટકાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-29 11:07:50
  • Views : 235
  • Modified Date : 2022-03-29 11:07:50

બનાસકાંઠા જીલ્લામાં વીજળીના પ્રશ્નને લઈ ખેડૂતો હવે મેદાનમાં ઉતરી પડ્યા છે.. આજે ડીસા ખાતે ખેડૂતોએ વીજળીના પ્રશ્નને લઈ ડીસા ખાતે આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપની ની કચેરી ખાતે ધરણાંનો કાર્યક્રમ યોજ્યો હતો.. પરંતુ પોલીસ ધરણાંની મંજૂરી ના આપતા ધરણાં કરવા વીજ કંપનીની કચેરી ખાતે પહોંચેલા ખેડૂતોની પોલીસ અટકાયત કરી હતી..

બનાસકાંઠા જીલ્લામાં ખેડૂતો વીજળીના પ્રશ્નને લઈ હવે આકરા પાણીએ છે.. છેલ્લા ઘણા સમયથી વીજ કંપની દ્વારા  ખેડૂતોને પૂરતા પ્રમાણમા વીજળી આપવામાં આવતી ન હોવાથી ખેડૂતોને વાવેતર દરમ્યાન સિંચાઇ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.. જેને પગલે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ આઠ કલાક સુધી વીજળી આપવા માટેની માંગ કરવામાં આવી રહી છે.. ખેડૂતોએ તેમની માંગણીને લઈ આવેદન પત્ર આપવા ઉપરાંત સરકારને ચીમકી પણ ઉચ્ચારી હોવા છતાં સરકાર દ્વારા કોઈ જ પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં ના આવતા હવે ખેડૂતો આકરા પાણી આવી ગયા છે.. જેને પગલે આજે ડીસા ખાતે આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે ખેડૂતો ધરણાં માટે પહોંચ્યા હતા.. પરંતુ ધરણાં માટે ખેડૂતોને મંજૂરી આપવામાં ના આવતા ખેડૂતો ધરણાં કરવા પહોંચે તે પહેલા જ પોલીસે ધરણાંના કાર્યક્રમને કચડી નાખ્યો હતો અને ધરણાં કરવા પહોંચેલા ખેડૂતોની અટકાયત કરી હતી.. વીજળીને લઈ આકરા પાણીએ આવેલા ખેડૂતોએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે ખેડૂતો આગામી સમયમાં વીજળી અને પાણીના મુદ્દે હજુ પણ આક્રમક કાર્યક્રમો આપશે...

Download Our B K News Today App



Related News